પહલગામના હુમલાખોરો પાસે ચીનના સેટેલાઈટ કનેક્શનવાળો મોબાઇલ હોવાનો દાવો

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને નવો દાવો થયો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેએનયુના પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ દાવો કર્યાે છે કે પહલગામ હુમલામાં સામેલ આતંકી પાસે ચીનની સેટેલાઇટના કનેક્શનવાળો હુવેઇનો ફોન હતો. એટલે કે પહલગામ આતંકી હુમલામાં ચીને પાકિસ્તાનને મદદ કરી હતી. તેમણે આતંકવાદ મુદ્દે બેવડા ધોરણ રાખવા બદલ ચીનની ટીકા કરી હતી.
એક ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ આતંકવાદ મુદ્દે ચીન અને પાકિસ્તાનનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું હતું કે ચીન જાહેરમાં આતંકવાદ વિરોધી વાતો કરે છે પરંતુ હકીકતમાં તે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે મદદ કરી રહ્યું છે.
ઓપરેશન સિંદૂર સમયે પણ ચીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. એટલુ જ નહીં પાકિસ્તાનને ચીને સાથ પણ આપ્યો હતો. પહલગામ પર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યાે હતો તે પૂર્વે ચીને તેને મદદ કરી હતી, ચીને પાકિસ્તાનને પહલગામની સેટેલાઇટ તસવીરો મોકલી હતી. ચીને પાકિસ્તાનને જેએફ-૧૭, જે-૧૦ જેવા સૈન્ય ઉપકરણ અને એચક્યુ-૯ મિસાઇલ બેટરી પણ આપી હતી.
પહલગામ હુમલામાં સામેલ એક પાકિસ્તાની આતંકી પાસે એવો ચીની મોબાઇલ હતો કે જેમાં ચીનની સેટેલાઇટનું કનેક્શન હતું. આ મોબાઇલની મદદથી આતંકી પાકિસ્તાનને સંદેશો મોકલી રહ્યો હતો. સ્પષ્ટ છે કે ચીને પહલગામ હુમલામાં ચીનને મદક કરી હતી જે બાદ ભારત દ્વારા આતંકીઓ સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં પણ ચીને પાકિસ્તાનને મદદ કરી હતી.SS1MS