રશિયાનો યુક્રેન પર રાતભર બોમ્બમારોઃ ૫ લોકોનાં મોત

કીવ, રશિયાએ શનિવારે યુક્રેન પર રાતભર ૫૦ બેલેસ્ટિક મિસાઇલો અને ૫૦૦થી વધુ ડ્રોનથી ભીષણ હુમલા કર્યા, જેમાં પાંચ નાગરિકોના મોત થયા છે.
આ હુમલાની ખરાઈ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સ્કીએ કરી છે. આ સાથે, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોને યુક્રેનને વધુ સુરક્ષિત એર ડિફેન્સ સિસ્ટમ પ્રદાન કરવા વિનંતી કરી છે, જેથી રશિયાના હવાઈ આતંકવાદને રોકી શકાય.યુક્રેનના પશ્ચિમમાં આવેલ લવિવમાં મિસાઇલો અને ડ્રોનથી હુમલા થયા. જેમાં એક ૧૫ વર્ષીય કિશોરી સહિત પાંચ લોકોના મોત થયા છે.
આ હુમલાને લીધે બે કલાક સુધી વીજકાપ રહ્યો અને કેટલાક કલાક સુધી ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. લવિવ શહેરના મેયર આંદ્રિય સાદોવીએ જણાવ્યું કે શહેરની બહાર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી, જે કોઈ સૈન્ય ગતિવિધિની સાથે જોડાયેલું ન હતું.તાજેતરના આ હુમલામાં ઈવાનો-ળેકિવ્સ્ક ક્ષેત્રમાં એક વ્યક્તિ ઘાયલ થયો, જ્યારે દક્ષિણના જાપોરિજ્જિયામાં એક મહિલાનું મોત થયું, અને નવ લોકો ઘાયલ થયા છે.
અહીં રશિયાના સૈન્યે ડ્રોન અને ગાઇડેડ બોંબથી હુમલા કરવામાં આવ્યો, જેનાથી કેટલાય રહેણાંક મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા, અને લગભગ ૭૩૦૦૦ ઘરોનો વીજ પુરવઠો કપાઈ ગયો હતો.
બીજી તરફ, હવાઈ હુમલાના જવાબમાં યુક્રેને પણ રશિયાના કેટલાક સ્થળો પર હુમલા કર્યા છે. યુક્રેને ખાસ કરીને રશિયાની ઓઇલ રિફાઈનરીઓને ટાર્ગેટ કરી છે, જેનાથી ઈંધણની અછત સર્જા છે. રશિયા- યુક્રેન યુદ્ધ નજીકમાં સમાપ્ત થવાની સંભાવના જણાતી નથી.SS1MS