આધુનિક ટેકનિક દ્વારા ડાયાબિટીક ફૂટની સફળ પ્લાસ્ટિક સર્જરી મોરબીના ડોક્ટરે કરી

આયુષ હોસ્પિટલમાં ડાયાબિટીક ફૂટની સફળ પ્લાસ્ટિક સર્જરી
મોરબી, મોરબીની આયુષ હોસ્પિટલમાં ડાયાબિટિક ફૂટથી પીડાતા દર્દી પર કરવામાં આવેલી સફળ પ્લાસ્ટિક સર્જરી બાદ દર્દીનો પગ કાપવાનું ટળી ગયું છે. અન્ય મોટા શહેરોની હોસ્પિટલોમાં પગ કાપવાની સલાહ આપવામાં આવી હોવા છતાં, ડો. આશિષ હડિયલની કુશળ સારવારથી દર્દી હવે સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે.
દર્દી છેલ્લા ૮ વર્ષથી ડાયાબિટિક ફૂટની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પગમાં બનેલો ઘાવ લાંબા સમયથી ન ભરાતા ચેપ વધી રહ્યો હતો.
ડૉ. આશિષ હડિયલએ તાત્કાલિક નિદાન કરી આધુનિક ટેકનિક અને પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઘાવની યોગ્ય સફાઈ, ચેપ નિયંત્રણ અને ત્વચા ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દર્દીનો પગ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. આ સફળ સારવાર ડાયાબિટીસથી પીડાતા અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.