દેશમાં સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ લાગૂ
મુંબઇ, ભારતીય રિઝર્વ બેંકે સમગ્ર દેશમાં સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ લાગૂ કરવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બરથી બેંક નાન સીટીએસ ચેક સ્વિકાર કરશે નહીં. જો તમારી પાસે પણ જૂની ચેક બુક છે તો તમે બેંક જઇને નવી સીટીએસ વાળી ચેક બુક લઇ શકો છો.
સીટીએસ સિસ્ટમ હેઠળ સંબંધિત બેંકોના ચેક વાસ્તિક રૂપથી મોકલવાની જગ્યાએ ઇલેક્ટ્રોનિક રૂપથી એનો ફોટો મોકલવામાં આવે છે. આરબીઆઇએ આ વ્યવસ્થા ૨૦૧૦માં શરૂ કરી હતી. હાલ આ કેટલાક મોટા શહેરોમાં જ ચાલે છે. મોટાભાગની બેંકોએ પહેલાથી જ ૧ જાન્યુઆરી ૨૦૨૦થી નાન-સીટીએસ ચેકને ક્લીયર કરવાનું બંધ કરી દીધું હતું. જો તમારી ચેક બુકના ચેક પર સીટીએસ-૨૦૧૦ ચેક નથી તો એનો મતલબ આ નાન-સીટીએસ ચેક બુક છે. દેશની તમામ બેંકોમાં ૧ જાન્યુઆરી ૨૦૧૩થી ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ લાગૂ કરવામાં આવી હતી.
સીટીએસમાં ચેકને ક્લિયલ કરાવવા માટે એક બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂર હોતી નથી. એની માત્ર ઇલેક્ટ્રાનિક કાપી રજૂ કરવામાં આવે છે. જો કે આ સિસ્ટમ પ્રભાવી ઢંગથી ચેકના એક સ્થાનથી બીજા સ્થાન જવા લાગતો ખર્ચાને સમાપ્ત કરે છે, એેને કલેક્ટ કરવામાં લાગતા સમયને ઓછો કરે છે અને ચેક પ્રોસેસિંગની સમસ્ત પ્રક્રિયાને સારી બનાવે છે. આ પ્રક્રિયા સમગ્ર દુનિયામાં અપનાવવામાં આવી રહી છે.
જો તમારી પાસે નાન સીટીએસ ચેક છે તો તમને બેંકથી સીટીએસ વાળી નવી ચેક બુક ઇશ્યૂ કરાવવી પડશે. જૂના ચેકના બદલામાં તમે બેંકથી નવી ચેકબુક લઇ શકો છો. એના માટે તમને કોઇ ચાર્જ લાગશે નહીં.આરબીઆઇએ કહ્યું કે ભારતમાં ડિજીટલ ચુકવણી ઝડપથી વધી રહી છે અને જલ્દીથી જ ડિજીટલ ચુકવણી ડીપીઆઇ જારી કરશે. શીર્ષ બેંકે નિવેદનમાં કહ્યુ કે એ નિયમિત અવધિ પર ડીપીઆઇ તૈયાર કરશે અને એને પ્રકાશિત કરશે કારણ કે પ્રભાવિ રીતે ચુકવણીમાં ડિજીટલીકરણ જાણી શકાય. નિવેદન અનુસાર ડીપીઆિ વિભિન્ન માનદંડો પર આધારિત હશે અને ડિજીટલ ચુકવણીના વિભિન્ન માધ્યમોની પહોંચની યોગ્ય રીતે પ્રકિબિંબિત કરશે. ડીપીઆઇ જુલાઇ ૨૦૨૦થી ઉપબલ્ધ હશે.