Western Times News

Gujarati News

ભારત પ્રવાસ દરમિયાન ટ્રંપ આગ્રામાં તાજમહેલ જોઇ શકે

નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્‌પના ફેબ્રુઆરીના આખરી અઠવાડીયામાં યોજાનાર ભારત પ્રવાસની તૈયારીઓ જારો પર છ સુત્રોનું કહેવુ છે કે ટ્રંપ મોટાભાગના સમયે પાટનગર નદીલિહ્માં વિતાવશે પરંતુ તે તાજના દીદાર કરવા આગ્રા પણ જઇ શકે છે. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં હાઉડી મોદી જેવા એક કાર્યક્રમને સંબોધન કરી શકે છે.  નાલ્ડ ટ્રંપ ૨૩થી ૨૬ ફેબ્રુઆરીની વચ્ચે ભારતનો બે દિવસનો પ્રવાસ નક્કી માનવામાં આવે છે પ્રવાસ દરમિયાન બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલ વ્યાપાર ગતિરોધ અટકે તેવી સંભાવના છે .

સત્તાવાર સુત્રોનો દાવો છે કે આ દરમિયાન બંન્ને વચ્ચે એક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થવાનું નક્કી થઇ ગયું છે ભારત અને અમેરિકાના વ્યાપિર મામલાથી જાડાયેલ અધિકારી હાલ આ પ્રસ્તાવિત ડીલને અંતિમ રૂપ આપવામાં લાગ્યા છે સુત્રોનું કહેવુ છે કે આ ડીલમાં અનેક નિશ્ચિત વ્યાપારિક સેકટરોને સામેલ કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.