રામ નવમીથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ થશે
નવીદિલ્હી, રામ મંદિર નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમીથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. આ વર્ષે નવરાત્રિ રામ નવમી ૨ એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી ૨ એપ્રિલથી શરૂ થઈ જશે.
તેમણે કહ્યું કે, રામ નવમી નવરાત્રિથી રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. તૈયારી પૂરી કરી લેવામા આવી છે. વિહીપના પ્રસ્તાવિત મોડલના અનુરૂપ જ રામ મંદિર બનશે. કમલનયન દાસે આગળ કહ્યું કે, કારસેવકપુરમ સ્થિત વિહિત કાર્યશાળામાં ઘડાયેલા પત્થરોમાથી રામ મંદિરનું નિર્માણ કાર્ય કરાશે. દિવંગત વિહીપ નેતા અશોક સિઁઘલે પહેલા જ વ્યવસ્થા કરી રાખી હતી. રામ મંદિરનું નિર્માણ આગામી બે વર્ષોમાં પૂરુ થઈ જશે. કમલનયન દાસે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે રામ જન્મભૂમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્ય ગાપોલ દાસને ફોન પર વાત કરીને તેઓને આશ્વત કર્યા હતા કે, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ તેઓ જ હશે. ગૃહમંત્રીથી ગત બે દિવસોમાં ત્રણવાર વાત થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, મહંત કમલનયન દાસ રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સદસ્ય અને અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી છે.