પંજાબના તરનતારનમાં નગર કીર્તન દરમિયાન બ્લાસ્ટ
નવી દિલ્હી, પંજાબના તરનતારનમાં નગર કીર્તન દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 2 લોકોના મોત હોવાની માહિતી સામે આવી છે જ્યારે 3 લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. જ્યારે મળતી જાણકારી મુજબ આતશબાજી દરમિયાન બ્લાસ્ટ થયો. અમૃતસર બોર્ડર રેંજના આઈજી સરિંદરપાલ સિંહ પરમારે જણાવ્યુ કે, અકસ્માતે થયેલા આ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા જ્યારે 11 લોકો ઘાયલ છે, તેમણે જણાવ્યું કે, આ પહેલા જે મૃતકોના આંકડા SSP તરફથી આપવામાં આવ્યા હતા તે પ્રત્યક્ષદર્શીના આધારે આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલાં આ ઘટના વિશે તરનતારનના એસએસપી ધ્રુવ દાહિયાએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શિઓ અનુસાર 14 લોકોના મોત થયાં છે 3 લોકો ગંભીરપણે ઘાયલ છે. તેમણે જણાવ્યું કે, નગર કિર્તન દરમિયાન આતશબાજી દરમિયાન ટ્રેક્ટર ટોલીમાં બ્લાસ્ટ થયો છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.