થાઈલૅન્ડમાં એક સૈનિકે રસ્તા ઉપર જ ગોળીઓ વરસાવતાં 12નાં મોત
થાઈલૅન્ડનાં કોરાત શહેરમાં શનિવારે એક સૈનિકે સામાન્ય લોકો ઉપર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ હતુ. જાકરાપંથ નામના આ માણસે લગભગ 12 લોકોનાં જીવ લીધા હતા. જ્યારે એક શોપિંગ મૉલમાં 20થી વધારે લોકોને બંધક બનાવીને રાખ્યા છે. બંદૂકધારી આખી ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો છે. આ જવાન સેનાની એક ગાડીમાં સવાર થઈને લોકો ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવી રહ્યો હતો. ત્યારબાદ તે કોરાત શોપિંગ મોલનાં ટર્મિનલ 21માં છુપાઈ ગયો હતો. અને ત્યારબાદ ત્યાં લોકોને બંધક બનાવ્યા હતા. અહીંથી પણ તે સોશિયલ મીડિયા ઉપર વીડિયો નાંખી રહ્યો હતો.
બંદૂકધારીએ સૈન્ય બેઝમાં પહેલા તેના કમાન્ડર અને અન્ય બે સૈનિકોની હત્યા કરી હતી. તેણે ફેસબુક પર પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે તેને બદલો લેવો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે એક ખાનગી મકાનમાં પણ કેટલાક લોકોને ગોળી મારી છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.