Western Times News

Gujarati News

દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે હવે તારીખ ઓનલાઈન મળી શકશે

અમદાવાદ મેમનગર, દહેગામ વડોદરા દંતેશ્વર, નડીયાદ સુરત કુંભારીયા નવસારી, રાજકોટ-૮ તથા જુનાગઢ  કચેરીમાં  2માર્ચથી  શરૂ થશે

ગાંધીનગર, રાજયભરમાં વિવિધ મહેસુલી સેવાઓને ઓનલાઈન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે એપોઈન્ટમેન્ટ મેળવવાની પદ્ધતિ પણ ઓનલાઈન કરવામાં આવી છે. અરજદારો પોતાનો દસ્તાવેજ નોધાવવા માટે પોતાને અનુકુળ તારીખ અને સમય હવે ઓનલાઈન મેળવી શકશે. આ પાઈલટ પ્રોજેકટના ર માર્ચથી રાજયની ૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં અમલ કરવામાં આવશે.

મહેસુલ મંત્રી કૈશીક પટેલે કહ્યું કે, હાલમાં અરજદારોએ જમીન-મિલ્કતના દસ્તાવેજાના રજીસ્ટ્રેશન માટે સબ રજીસ્ટ્રાર કરીમાં રૂબરૂ આવીને સંપૂર્ણ વિગતો સાથેનો દસ્તાવેજ રજુ કરવાનો રહેશે. તે માટે તેમને ટોકન નંબર આપવામાં આવે છે, જેમાં અરજદારે પોતાના ક્રમ આવવા સુધી રાહ જાવાની રહે છે.

રાજય સરકારે આ માટે ઓનલાઈન ટોકન પ્રથા અમલમાં મુકી છે, જે માટે ગરવી વેબસાઈટ મારફતે જરૂરી સ્ટેમ્પ ડયુટી અને નોધણી ફીનું ઓનલાઈન ચુકવણું કર્યા બાદ પોતાના દસ્તાવેજની નોધણી માટે ઓનલાઈન સમય મહેસુલી સેવા ઓનલાઈન બનાવવા માટેનો આ પાઈલટ પ્રોજેકટ આગામી બીજી માર્ચથી અમદાવાદ મેમનગર, દહેગામ વડોદરા દંતેશ્વર, નડીયાદ સુરત કુંભારીયા નવસારી, રાજકોટ-૮ તથા જુનાગઢ ટીંબાવાડીની સબરજીસ્ટ્રક કચેરીમાં શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.