રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુંઃ નલિયામાં ઠંડી 6.8
અમદાવાદ: ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થતાં ગુજરાતના લોકો આજે રાહત અનુભવી હતી. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિકરીતે વધારો થયો છે. જા કે, કેટલાક વિસ્તારમાં પારો હજુ પણ ૧૦થી નીચે રહ્યો છે જેમાં ડિસા અને નલિયાનો સમાવેશ થાય છે. નલિયામાં આજે પણ લઘુત્તમ તાપમાન ૭થી નીચે રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે અને પારો વધશે.
આવતીકાલે અમદાવાદમાં પારો વધીને ૧૫ ડિગ્રી સુધી વધી શકે છે. આજે પણ સૌથી ઓછું તાપમાન નલિયામાં જ નોંધાયું હતું જ્યાં પારો ૬.૮ સુધી નીચે રહ્યો હતો. અલબત્ત છેલ્લા કેટલાક દિવસની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના જે ભાગોમાં પારો ૧૦થી નીચે રહ્યો હતો
તેમાં ડિસામાં ૯.૬, નલિયામાં ૬.૮નો સમાવેશ થાય છે. હાલમાં ઠંડીનો ચમકારો હોવા છતાં મો‹નગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ હાલ પારો યથાવત રહેવાનો અંદાજ છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૧૫ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે.