મેઘરજમાં લીમ્બચ માતાજીના નવિન મંદિરનો મુર્તી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મેઘરજ: આશિષ વાળંદ મેઘરજ : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પહાડિયા મેઘરજ ખાતે નવનિમિઁત લિમ્બચ માતાજીના મંદિરના ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શુક્રવારના રોજ પુર્ણાહુતી કરવામાં આવી હતી.
નવસર્જન લિમ્બચ સમાજ યુવક મંડળ બારા ચોરાશી માલપુરીયા જુથ ધ્નારા નવિન નિર્માણ કરેલ લીમ્બચમાતાજીના નવિન મંદિર લિમ્બચધામનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તા.૫ ફેબ્રુ થી ૭ ફેબ્રુ સુધી યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ૧૧ કુંડી મહાયજ્ઞમાં ૪૫ જેટલા દંપતીઓએ યજ્ઞ કુંડમાં બેસી પુજા પાઠનો લ્હાવો લીધો હતો અને ત્રીજા દિવસે લીમ્બચમાતાજીની મુર્તિનુ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે માલપુરીયા અને બારા ચૌરાશી જુથ ધ્વારા પ્રતિષ્ઠા મહોત્સવનો સમારંભના અધ્યક્ષ નાનાલાલ સોમાભાઈ વાળંદના અધ્યક્ષ સ્થાને દીપપ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ અને હાજર તમામ મહેમાનોને ફુલ હાર અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નીમીત્તે આગામી ચૌદ વર્ષ સુધીના પાટોત્સવના દાતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી આ પ્રસંગે માલપુરીયા જથના પ્રમુખ અંબાલાલ વાળંદ,મંત્રી કાન્તિભાઈ પુજાભાઈ વાળંદ મોટી મોયડી,કારોબારી સભ્યો આજુબાજુ તમામ જુથના નાયી વાળંદ સમાજના જ્ઞાતિજનો અને અન્ય સમાજના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.