Western Times News

Gujarati News

મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

મોડાસા: શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ આયોજીત 25 મો સમૂહ લગ્નોત્સવ મોડાસા હિંમતનગર રોડ પર લિંભોઇ નજીક  નવીન આકાર પામેલ સંકુલ પ્રસંગ  પાર્ટી પ્લોટ શ્રી મોડાસીયા કડવા પાટીદાર બોડિઁગ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સાત નવદંપતિ એ પ્રભુતામાં પગલાં પાડી માતા પિતા સાથે સમાજ ના વડીલો ના આશીર્વાદ લઇ ગૃહસ્થ જીવનની શરૂઆત કરી હતી અને આ   દરેક દંપતિ ને ગૃહ જરૂરીયાત નુ પુરતદાન અને ચાંદી ના સિક્કા આપવામાં આવ્યું હતું


આ સામાજિક ઉત્સવ માં નાની ચીચણો ના વતની ઉદ્યોગપતિ શ્રી કાલીદાસ પટેલ બરોડા નિવૃતજજ અને હાઇકોર્ટ ના એડવોકેટ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ (ડુગરવાડા ) અમદાવાદ તથા ઉંઝા ઉમિયા સંસ્થા ના સંગઠન ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ (પહાડપુર )તથા સમાજ માંથી નેતૃત્વ કરતા હોય એવા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી આશિષભાઇ પટેલ અરવલ્લી જિલ્લા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મિનેષભાઇ પટેલ મંત્રી જતીનભાઇ પટેલ તાલુકા પ્રા. સંઘના પ્રમુખ પરેશભાઇ પટેલ તથા ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ દાહોદ જિલ્લા મહીલા પ્રતિનિધિ તરીકે વીસ વર્ષ થી બિનહરીફ સેવા આપતા રચનાબેન પટેલ (વણીયાદ) તથા આર્મી માં સેવા આપતા  સમાજ ના યુવાનો નુ બહુમાન કરવામાં આવ્યું હતું

અને સમાજ માં થી  વડીલો યુવાનો અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમાજ ના પ્રમુખ શ્રી આર પી પટેલ મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ કન્વીનર જયંતિભાઇ પટેલ તથા હોદ્દેદારો અને કારોબારી સભ્યો તથા સમાજ ના વડીલો યુવાનો સાથે મળી ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં આર પી પટેલ અને પ્રવિણભાઈ પટેલ એ સામાજિક વકતવ્ય આપી  કુરિવાજો નાબુદ કરવા અને સામાજિક ખર્ચ ઓછો કરી સમૂહ લગ્ન માં જોડાવવાની વિનંતી કરી હતી અને છેલ્લે સુરેશભાઈ પટેલ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા બદલ રસોડા સમિતિ પાર્કિંગ સમિતિ મંડપ સમિતિ તથા આ કાર્યક્રમ માં સેવા આપનાર તમામ સમિતીના કાર્યકરો અને નવદંપતિ ના માતા પિતા સાથે  ઉપસ્થિત રહેનાર તમામ વડીલો યુવાનો અને બહેનો નો આભાર માન્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.