Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાની મતદાર યાદીમાં નવા ૨૩,૪૪૭ યુવા મતદારોનો વધારો થયો

ખાસ સંક્ષિપ્ત સુધારા ઝૂંબેશ બાદ મતદાર યાદીમાં કુલ : ૩૮૬૨૪ મતદારોનો વધારો, ૧૪,૬૦૦ મતદારોની સુધારણા

દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દ્વારા ચલાવવામાં આવેલી ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા ઝૂંબેશ બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી છેલ્લી સ્થિતિની આખરી મતદાર યાદીમાં ૨૩,૪૪૭ યુવા મતદારોનો વધારો થયો છે. આ યુવા મતદારોની ઉંમર ૧૮થી ૩૦ વર્ષની છે. નવી મતદાર યાદીમાં કુલ ૩૮૬૨૪ મતદારોનો વધારો થયો છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. જી. કુંમાવતે ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું કે, ગત્ત ડિસેમ્બર માસની સ્થિતિએ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ તા. ૨૨ ડિસેમ્બર, તા. ૫ અને ૧૨ જાન્યુઆરીના રોજ ખાસ સુધારણા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. તે સ્થિતિએ દાહોદ જિલ્લાની યાદીમાં ૧૩,૮૨,૬૧૪ મતદારો નોંધાયેલા હતા.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઝૂંબેશ દરમિયાન ૧૪,૬૦૦ મતદારોના નામમાં, તસવીરોમાં કે અન્ય કોઇ સુધારા કરવામાં આવ્યા છે. જ્યારે, મતદારો દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે ૪૮૦૦ નામોની કમી કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વર્ષની સ્થિતિએ અંદાજવામાં આવેલી વસ્તી ૨૪.૯૩ લાખ જેટલી થવા જાય છે. તેની સાપેક્ષે છેલ્લી સ્થિતિએ કુલ ૧૪.૨૧ લાખ મતદારો નોંધાયેલા છે. એટલે કે, વસ્તીની સાપેક્ષે તેનું પ્રમાણ ૫૭ ટકા જેટલું થાય છે. ઝૂંબેશ પૂર્વે આ ઇપી (ઇલેકટરોલ પોપ્યુલેશન) રેશિયો ૫૫.૪૭ ટકા હતો, તેમાં સુધારો થયો છે. તંદુરસ્ત મતદાર યાદી માટે આદર્શ રેશિયો ૬૦ ટકા માનવામાં આવે છે. મતદાર યાદીનો સતત સુધારણા કાર્યક્રમ ચાલુ હોવાથી તેમાં વધારો થશે.

વિધાનસભાની બેઠક પ્રમાણે નોંધાયેલા મતદારોની છેલ્લી સ્થિતિ જોઇએ તો ફતેપુરમાં ૨,૨૫,૧૦૬, ઝાલોદમાં ૨,૪૧,૦૦૬, લીમખેડામાં ૨,૦૧,૬૩૬, દાહોદમાં ૨,૫૧,૭૨૮, ગરબાડામાં ૨,૫૮,૦૦૮ અને દેવગઢ બારિયા વિધાનસભા બેઠકમાં કુલ ૨,૪૦,૭૫૪ મતદારો નોંધાવા પામ્યા છે. આ તમામ છ બેઠકમાં ૩૮૬૨૪ મતદારોનો વધારો થયો છે. જેમાં સૌથી વધુ મતદારો ગરબાડા વિધાનસભા બેઠકમાં ૯,૬૧૬ મતદારોનો વધારો નોંધાયો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાછલા સમયમાં રાષ્ટ્રીય મતદાર દિવસની જિલ્લા કક્ષાએ અને પ્રાંત કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ બૂથ લેવલ અધિકારી, મતદાર યાદી અધિકારી તથા યુવા મતદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.