ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી યથાવત્ઃ ૧૪ ટકા વેચાણ ઘટયું
નવી દિલ્હી, ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી યથાવત છે. જાન્યુઆરીમાં પેસેન્જર્સ વાહનોનાં વેચાણમાં ૬.ર૦ ટકા ઘટાડો નોંધાયો છે. ઓટોમોબાઇલ ઉદ્યોગ સંગઠન સીઆમના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-ર૦૧૯માં કુલ ર,૮૦,૦૯૧પેસેન્જર વાહન વેચવાયા હતા. જેઘટીને જાન્યુઆરી-ર૦ર૦માં ર,૬ર,૭૧૪ થયા છે. જાન્યુઆરી-ર૦ર૦માં તમામ પ્રકારના વાહનોનું કુલ વેચાણ ૧૪ ટકા ઘટીને ૧૭,૩૯,૯૭પ યુનિટ થઇ ગયું છે. કારના વેચાણમાં પણ ૮.૧ ટકાનો ઘટાડો થયો છે. જાન્યુઆરી-ર૦૧૯માં ૧,૭૯,૩ર૪ કાર વેચાઇ હતી તેની સામે જાન્યુઆરી-ર૦ર૦માં કારના વેચાણનો આંકડો ૧,૬૪,૭૯૩ છે.
આ ઉપરાંત જાન્યુઆરીમાં મોટરસાઇકલનું વેચાણ ૧પ.૧૭ ટકા ઘટીને ૮,૭૧, ૮૮૬ યુનિટ પર આવી ગયું છે, જે ગઇ સાલ ૧૦,ર૭,૭૬ર યુનિટ હતું. જાન્યુઆરીમાં ટુ વ્હીલર્સનૂં કુલ વેચાણ ૧૬.૦૬ ટકા ઘટીને ૧૩,૪૧,૦૦પ યુનિટ પર આવી ગયું છે, જે ગઇ સાલ ૧પ,૯૭,પર૮ યુનિટ હતું. જાન્યુઆરીમાં દેશમાં કુલ ૭પ,ર૮૯ કોમર્શીયલ વાહનોનું વેચાણ થયું હતું.જે જાન્યુઆરી-ર૦૧૯ની તુલનાએ ૧૪.૦૪ ટકા ઓછું છે.