Western Times News

Gujarati News

ભાજપે ૨ વર્ષમાં ૭ રાજ્યોમાં સત્તા ગુમાવી

નવી દિલ્હી, દિલ્હી સાથે જ ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએ છેલ્લા બે વર્ષોમાં ૬ રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂક્યું છે. ગત વખતે દિલ્હીમાં માત્ર ૩ બેઠકો જીતનારી ભાજપને આ વખતે સારા પ્રદર્શનની આશા હતા. દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ ૪૮ બેઠકો જીતવાનો દાવો કરવા સાથે દિલ્હીમાં પાર્ટીનો ૨૨ વર્ષનો વનવાસ દૂર કરવાના સપના જોયા હતા. જો કે ચૂંટણી પરિણામોમાં ભાજપની આશા પર પાણી ફરી વળ્યું છે. ભાજપ માટે દેશના રાજકીય નક્શામાં કોઈ ફેર નથી પડ્‌યો. દિલ્હી સહિત ૧૨ રાજ્યોમાં હાલ ભાજપ વિરોધી પાર્ટીઓની સરકારો છે. એનડીએની ૧૬ રાજ્યોમાં સરકારો છે. આ રાજ્યોમાં દેશની ૪૨ ટકા વસ્તી રહે છે.

કોંગ્રેસ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને પુડુચેરીમાં સતામાં છે. ડિસેમ્બરમાં થયેલા ચૂંટણીમાં ઝારખંડમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસની ૭ રાજ્યોમાં સરકારો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત જીતી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કેરળમાં માકપાના નેતૃત્વમાં ગઠબંધન, આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ,ઓડિશામાં બીજેડી અને તેલંગાણામા ટીઆરએસ સત્તામાં છે.

એક વધુ રાજ્ય તમિલનાડુ છે. જ્યાં ભાજપે એઆઈડીએમકે સાથે લોકસભા ચૂંટણી લડી હતી. જો કે રાજ્યમાં પાર્ટીનો એક પણ ધારાસભ્યો નથી. આથી તે સત્તામાં ભાગીદાર નથી. ડિસેમ્બર ૨૦૧૭માં એનડીએની સ્થિતિ સારી હતી. ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ પાસે ૧૯ રાજ્યો હતો. એક વર્ષ બાદ ભાજપે ૩ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં સત્તા ગુમાવી દીધી. હવે અહીં કોંગ્રેસની સરકારો છે. ચોથુ રાજ્ય આંધ્ર પ્રદેશ છે, જ્યાં બીજેપી-ટીડીપીની સરકારો હતી. માર્ચ ૨૦૧૮માં ્‌ડ્ઢઁએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું હતું. ૨૦૧૯માં થયેલી વિધાનસબા ચૂંટણીમાં અહીં વાયએસઆર કોંગ્રેસે સરકાર બનાવી. પાંચમું રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં ચૂંટણી બાદ શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડ્‌યો અને હાલ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી લીધી. હવે દિલ્હીએ ફરીથી એક વખત ભાજપને નિરાશ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.