કોરોના વાયરસના દર્દીઓ પર ચીનનો ત્રાસ, ડબ્બામાં બંધ કરીને લઈ જઈ રહ્યા છે હોસ્પિટલ
બેઈજિંગ, ચીન કોરોના વાયરસને રોકવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. કોરોના વાયરસના લીધે અત્યાર સુધી ૯૦૦થી વધારે લોકોના મોત નીપજ્યા છે. ચીનમાં લગભગ ૪૦,૧૭૧ લોકો આ વાયરસથી સંક્રમિત છે જ્યારે ૧૮૭,૫૧૮ લોકો ડાક્ટરો પાસે સારવાર લઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર તમામ એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં કોરોના વાયરસના દર્દીઓની સાથે ચીનના અધિકારી ગેરવર્તન કરતા જોવા મળી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કોરોના વાયરસના એક શંકાસ્પદ દર્દીને ડબ્બામાં બંધ કરીને ટ્રકમાં મૂકી દેવામાં આવ્યા છે. બાક્સમાં લાક થયા બાદ મહિલાની બૂમો સંભળાવા લાગે છે. મહિલાનો પાર્ટનર તેમને સાંત્વના આપવાનો પ્રયત્ન કરે છે પરંતુ બોક્સમાં લાક થયા બાદ મહિલા જોર-જોરથી ચીસો પાડવા લાગે છે.એક અન્ય વીડિયોમાં ચીની પોલીસ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકામાં એક મહિલાની જબરદસ્તી ધરપકડ કરી લે છે. મહિલાને તેમની કારમાં જબરદસ્તી ખેંચીને બહાર કાઢવામાં આવે છે. પોલીસ અધિકારી બાદમાં તેમને રસ્તા પર જ છોડી દે છે અને ફરી ટ્રાન્સપોર્ટ વેન આવીને તેને લઈ જાય છે.