ચીનમાં કંપનીએ છ હાથવાળો અને ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવો રોબોટ બનાવ્યો
નેકસ્ટ જનરેશન હ્યુમેનોઇડ રોબોટ ફેક્ટરીઓના ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે બનાવવામાં આવ્યો છે
બૈજિંગ , ચીનમાં એસી સહિત હોમ એપ્લાયન્સીસ બનાવતી જાણીતી કંપની મીડિયાએ વિશ્વનો સૌપ્રથમ એવો રોબોટ રજૂ કર્યો છે જેમાં છ હાથ લાગેલા છે. તેને સિક્સ આર્મ વ્હીલ લેગ ડિઝાઇન કહેવાય છે. કંપનીનું કહેવું છે કે તેણે રોબોટને ફેક્ટરીઓ માટે બનાવ્યો છે. રોબોટ ફેક્ટરીઓના મુશ્કેલ કામોને પૂરા કરશે. આ નેકસ્ટ જનરેશન હ્યુમેનોઇડ રોબોટનું નામ મિરો યુ છે. The Chinese company Midea has unveiled a six-armed humanoid robot.
આ રોબોટ ઉપરની બાજુએ ઊભો થઈ શકે છે. તે ૩૬૦ ડિગ્રી ફરી શકે છે. તેના માણસો જેવા છ હાથ તેની જવાબદારીને ચોકસાપૂર્વક પૂરી કરી શકે છે. અહેવાલો મુજબ ચીનમાં લોન્ચ કરવામાં આવેલા મિરો યુ અંગે જણાવતા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વેઈ ચાંગે જણાવ્યું હતું કે આ ત્રીજી પેઢીનો હ્યુમેનોઇડ રોબોટ છે. તેમણે જણાવ્યું હતું કે રોબોટના બધા છ હાથ જુદાં-જુદાં કામોને જાતે કરી શકે છે.
મીડિયાનો દાવો છે કે તેણે આ ટેકનોલોજી જાતે વિકસાવી છે. આ રોબોટમાં માનવ જેવા હાથ ઉપરાંત પૈડા પણ લાગેલા છે, જેની મદદથી એકથી બીજા સ્થળે જાય છે. આજે આખા વિશ્વના જુદાં-જુદાં ઉદ્યોગોમાં રોબોટ્સનો ઉપયોગ વધી ગયો છે.
મીડિયા જે રોબોટ લઈને આવી છે, તેને તે પોતાની ફેક્ટરીમાં પણ ગોઠવશે. વર્ષના અંત સુધીમાં આ રોબોટને ફેક્ટરીઓમાં ગોઠવવા લાગશે તેમ કહેવાય છે. આ રોબોટ મુખ્યત્વે ઉત્પાદનમાં લાગતા સમયમાં ઘટાડો કરશે.આશા છે કે તેના કારણે પ્રોડકશન લાઇનને એડજસ્ટ કરવા જેવા કામ વધુ સારા થઈ જશે.
કંપનીઓ રોબોટિક્સ સેક્ટરમાં રોકાણને તેની લાંગાગાળાની વ્યૂહરચનાનો હિસ્સો ગણાવ્યો છે. કંપની મિરો ઉપરાંત મિલા સીરીઝ નામનો પણ રોબોટ બનાવી રહી છે. તેને કોમર્સિયલ યુઝ અને ઘરો માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરીક્ષણ પૂરુ થયા પછી આગામી વર્ષે મિલો સીરિઝના રોબોટ સ્ટોરમાં પહોંચી શકે છે. મીડિયા ઉપરાંત વિશ્વની અન્ય કંપનીઓ પણ બજરમાં રોબોટ ઉતારી રહી છે.
