ઓઢવમાં મહિલાનો મોબાઈલ છીનવી અશ્લિલ ફોટા વાઈરલ કરતા ફરીયાદ
અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારના પરિવાર સાથે રહેતી એક મહિલાના ઘરમા ઘુસીને એક શખ્શે તેનો મગલસૂત્ર તથા મોબાઈલ ફોન છીનવ્યુ ભાગી ગયો હતો બાદમાં શખ્શે મહિલાના મોબાઈલમાથી તેના અશ્લિલ ફોટા મેળવીને મહિલના સંબંધીયોને મોકલતા ચકચાર મચી છે.
ઓઢવમાં આવેલી વિરાટનગર કેનાલ નજીક એક સોસાયટીમા રહેતી ૨૭ વર્ષીય મહિલાના ઘરમાં થોડા દિવસ અગાઉ બપોરે રામકુમાર સૈની (રખીયાલ ગરીબનગર ચાર રસ્તા મૂળ વતન યુપી. ) નામનો તેમનો ઓળખીતો શખ્સ ઘુસી આવ્યો હતો અને આમહિલા પોતાના ફોન કેમ નથીઉપાડતી તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો
એકલી મહિલાએ બુમાબૂમ કરતા આસપાસના પડોશીઓ એકત્ર થતા જ તે મહિલાના મગળસુત્ર અને મોબાઈલ લઈ ભાગી ગયો હતો અને આ અંગે મહિલાએ પોતાના પતિએ અને પરિવારને જાણ કરી હતી બીજા દિવસે આમહિલાના ભાઈ તથા અન્ય પરિવાર જનોને મહિલાના પતિને ફોન કરીને પોતાના ફોનને અશ્લિલ ફોટા આવ્યા હોવાની વાત કરતા બંને ચોકી ઉઠીયા હતા અને બાદમાં મહિલા ઓઢવ પોલીસ સ્ટેશન પહોચીને આ અંગેની ફરિયા નોધાવી હતી.