Western Times News

Gujarati News

શ્રમિકોથી ખીચોખીચ ભરેલી જીપ ઝાડ સાથે ટકરાતા પાંચના મોત

(પ્રતિનિધિ) અમદાવાદ: મંગળવારે મોડી રાત્રે મહેસાણાના ખેરાલુ તાલુકાના આદીતપુર ગામ પાસે ખીચોખીચ શ્રમિકોથી ભરેલી જીપના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા જીપ ઝાડ સાથે ટકરાતા પાંચ શ્રમિકોના ઘટના સ્થળ પર કમકમાટીભર્યા મોત નીપજયા હતાં જયારે ૧રથી વધુ શ્રમિકોને ઈજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ખેરાલુ તથા વડનગર હોસ્પિટમાં  ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે રાજયના મહેસાણા, દાહોદ, પંચમહાલ સહિતના જીલ્લાઓમાં હાઈવે ઉપર આજે પણ પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી જીપો જાખમી હાલતમાં ફરતી જાવા મળી રહી છે આ જિલ્લાઓમાં એસ.ટી. સ્ટેન્ડની બહાર જ આવી જીપો ઉભેલી હોય છે અને એસ.ટી. કરતા ઓછા ભાડાએ પ્રવાસીઓને બેસાડતી હોય છે જીપના ચાલક નિયત સંખ્યા કરતા વધુ સંખ્યામાં પ્રવાસીઓને બેસાડતા હોય છે આવી જીપોના અકસ્માતો અવારનવાર સર્જાતા હોવા છતાં આરટીઓ તથા પોલીસતંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી જેના પરિણામે આ તંત્રોની કામગીરી ઉપર સવાલો ઉઠી રહયા છે.

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના આદીતપુર ગામ પાસે આવેલી ચોકડી પરથી ગઈકાલે મોડી રાત્રે એક જીપ પુરઝડપે પસાર થઈ રહી હતી આ જીપમાં ર૦થી વધુ શ્રમિકો બેઠેલા હતાં જીપના ચાલકને અચાનક જ ઝોકુ આવી જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પુરઝડપે પસાર થતી આ જીપ રસ્તાની સાઈડમાં ઉતરી જતા ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

ધડાકો થતાં જ આસપાસના લોકો તથા પસાર થતા વાહનચાલકો દોડી આવ્યા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા તેઓ ચોંકી ઉઠયા હતાં આ ઘટનાની તાત્કાલિક જાણ ખેરાલુ પોલીસને કરવામાં આવી હતી જેના પગલે પોલીસ અધિકારીઓનો મોટો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો

બીજીબાજુ ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો પણ આવી પહોંચ્યો હતો. જીપમાંથી ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતાં કુલ ૧રથી વધુ ઈજાગ્રસ્તોને નજીકમાં જ આવેલી ખેરાલુ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં પ શ્રમિકોના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજયા હતાં. આ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં શ્રમિકોના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતાં. ખેરાલુ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.