Western Times News

Gujarati News

ઈસરો માર્ચ ૨૦૨૬ સુધીમાં ગગનયાન સહિત સાત મિશન લોન્ચ કરશે

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, ઈસરોએ માર્ચ મહિના સુધીમાં ૭ અવકાશ મિશન લોન્ચ કરવા તૈયારી શર કરી છે. ઈસરોના આગામી મિશનમાં મુખ્યત્વે મેક ઈન્ડિયા પર મૂકવામાં આવ્યો છે. આ તમામ મિશનમાં ભારતમાં બનેલી ઈલેક્ટ્રિક પ્રોપલ્ઝન સીસ્ટમ અને ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન ટેકનોલોજી હશે.

આ સાથે ગગનયાન પ્રોજેક્ટ હેઠળ સૌ પ્રથમ માનવરહિત ક્‰ ધરાવતું મિશન પણ લોન્ચ કરવામાં આવશે. ઈસરોના આગામી આયોજન પૈકીનું પ્રથમ લોન્ચ આગામી અઠવાડિયે થઈ શકે છે. ભારતના સૌથી ભારે રોકેટ એલવીએમ૩ દ્વારા કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લ્યૂબર્ડ-૬ને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

યુએસ સ્થિત એએસટી સ્પેસ મોબાઈલ અને ઈસરોની ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે થયેલા કરાર અંતર્ગત આ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંઘે સંસદમાં માહિતી આપી હતી કે, એલવીએમ૩માં ભારતના સૌ પ્રથમ રહિત મિશનનું વહન કરવામાં આવશે. માનવરહિત મિશનમાં વ્યોમમિત્ર નામનો આ રોબોટના સભ્યોનું કામ કરશે.

ઈસરો દ્વારા ૨૦૨૭માં લો અર્થ ઓરબિટ પર ભારતીય અવકાશયાત્રીઓને મોકલવાનું આયોજન છે, પરંતુ તે પહેલા આગામી વર્ષે અન્ય એક ક્‰-રહિત મિશન પાર પાડવામાં આવશે. ભારતના સૌ પ્રથમ ઉદ્યોગ નિર્મિત પોલાર સેટેલાઈટ લોન્ચ વ્કિકલ (પીએસએલવી) દ્વારા તેને ભ્રમણકક્ષામાં તરતો મૂકવામાં આવશે. પીએસએલવીમાં આ સાથે ઈન્ડો-મોરેશિયસના સંયુક્ત સેટેલાઈટ તથા ધ્›વા સ્પેસના લીપ-૨ને પણ ભ્રમણકક્ષામાં લઈ જવાશે.

સેટેલાઈટ લોન્ચ ક્ષેત્રમાં કમર્શિયલ ક્ષમતા વધારવા માટે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એલએન્ડટીના કોન્સોર્ટિયમને પાંચ પીએસએલવી રોકેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ટેકનોલોજી ટ્રાન્સફર બાબતે થયેલા કરાર અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.