સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની ગર્લ્સની વોલીબોલ ટીમે વેસ્ટ ઝોન ઈન્ટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી માટે વધુ એક ગૌરવવંતી ક્ષણ
અમદાવાદ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ (ગુજરાત) ખાતે વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ ગર્લ્સની ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૭૦ કરતાથી વધારે ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ ગર્લ્સની ટીમે તૃતીય સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અને ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ સ્પર્ધા રમવા માટે પોતાનું સ્થાન બનાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ સ્પર્ધા ચેન્નાઈ ખાતે યોજાવાની છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ ગર્લ્સની ટીમે ચેન્નાઈ ખાતે તા. ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૪/૧૨/૨૦૨૫ સુધી રમવા માટે જશે.
આવી વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલ સાહેબ અને યુનિવર્સિટીના ફીઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટસના ડાયરેકટર પ્રો.(ડૉ) રણછોડ રથવી અને સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા. અને ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ ચેન્નાઈ ખાતે રમવા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ટીમના કોચ તરીકે ડૉ. સંગીતા વાળા અને મેનેજર તરીકે ડૉ. જયદેવ દેસાઈ એ સેવાઓ આપી હતી.
વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ ગર્લ્સની ટુર્નામેન્ટમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ટીમની કેપ્ટન મનીષા ઝાલાને બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનીષા ઝાલા એ સમગ્ર ટુર્નામેન્ટનો બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે
તેમજ આવી વિશિષ્ટ અને ગૌરવવંતી સિદ્ધિ સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીમાં પ્રથમ વાર મેળવી છે. બ્રોન્ઝ મેડલ મેળવનાર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી વોલીબોલ ટીમના સભ્યો નીચે પ્રમાણે છે. (૧) ઝાલા મનીષા (૨) વાળા ઉષા (૩) સાવલીયા ફેની(૪) બારીયા મીનાક્ષી (૫) પાંડે મહેક (૬) પરમાર સંધ્યા (૭) ધોડિયા આરતી (૮) ઝાલા પ્રિયંકા (૯) ચાવડા દેવબાલા (૧૦) ધોડિયા કૃપાલી (૧૧) જૈન ઈશા (૧૨) જીજ્ઞાસા સૂર્યવંશી (૧૩) પટેલ અંશી (૧૪) વાજા રેખા.
