મોડાસા ઉમિયા મંદિર ખાતે પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી
મોડાસા ખાતે આવેલા ઉમિયા મંદિરના ભવ્ય પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો જોડાયા હતા,, પાટોત્સવના બીજા દિવસે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, મોડાસા ખાતે આવેલા ઉમિયા મંદિરને બે વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવના પ્રથમ દિવસે ભવ્ય ભવ્ય શોભાયાત્રા નિકળી હતી,
પાટોત્સવના પ્રથમ દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્ર સમગ્ર મોડાસા શહેરમાં ફરી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો,સમગ્ર મોડાસા શહેરમાં ફરીને શોભાયાત્રા નિજ મંદિર પરત ફરી હતી, જ્યાં ભક્તોએ માતાજીના ગરબા ઘૂમીને આરાધના કરી હતી,બે દિવસ ચાલેલા પાટોત્સવમાં દૂર દૂરથી ૭૨ ગામના લોકો ભક્તિ ભાવ સાથે મંદિરના દર્શનાર્થે આવ્યા હતા.ઉમિયા મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી દ્વારા પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી