Western Times News

Gujarati News

મોડાસામાં આડેધડ થતા બાંધકામોથી ડીપી રોડનું અસ્તિત્વ જોખમાયું

અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગરપાલિકાની ભ્રષ્ટાચીરી નીતીના કારણે બેફામ બાંધકામ થઇ રહ્યા છે. જેમાં ડી.પી રોડ પર થઇ રહેલ કેટલાક બાંધકામો ગેરકાયદે હોવા છતાં પાલિકા દ્રારા ભ્રષ્ટાચાર આદારી કાયદેસર કરવામાં આવી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે નગરપાલિકાના ભ્રષ્ટાચારી નીતીના પગલે ૮૦  ફુટનો ડી.પી રોડ। ૩૦  ફુટ જેટલો થઇ ગયો છે. ભુ- માફીયાઓએ પાલિકાના અધિકારીઓ સામે ખનખનીયા ખખડાવી મનફાવે તેમ બાંધકામો તાણી બાંધ્યા છે.


આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,છેલ્લા કેટલાય સમયથી મોડાસા કોલેજ નજીક આવેલ એક કોમર્શિયલ અને રેસીડેન્સીયલ સ્કીમ બિન ખેતીના ઘોંચમાં પડી હતી. જેમાં વાત જાણે એમ હતી કે આ જમીનમાં જો બિન ખેતીની પરવાનગી લેવી હોય તો ડી.પી રોડ માટે જગ્યા ફાળવવી પડે તેમ હતી અને જો આમ કરવામાં આવે તો જમીનનો મોટો હિસ્સો રોડ માં જતો હતો. જેથી આ જમીન, ગાંધીનગર સુધી ઉંચી પહોંચ ધરાવતા એક બિલ્ડરે જમીન માલિક પાસેથી પાણીના ભાવે ખરીદી જે તે જવાબદાર અધિકારીઓ સાથે સેટીંગ કરી બીન ખેતી કરી અથવા કરાવ્યા વિના રેસીડેંસીયલ તેમજ કોમર્શીયલ બાંધકામો શરૂ કરી દીધા છે.

ટાઉન પ્લાનીંગ ના બાંધકામના નિયમનોની ઐસી તૈસી કરવામાં આવી છે જેનાથી ભવિષ્યમાં મોટી ગૂંચ ઉભી થઇ શકે તેમ છે. આવનાર દિવસોમાં જ્યારે ડી.પી.રોડ આગળ વધારવાની જરૂર પડશે ત્યારે શું થશે તે મોટો પ્રશ્ન છે  આ ઉપરાંત જે લોકો પણ આ જમીન પર બનેલ મકાન કે દુકાન ખરીદશે તેમની મિલ્કત પર આજીવન ખતરો તોળાતો રહશે.

આ જમીન પર જો ગેરકાયદે બાંધકામ થઇ રહ્યુ હોય તો નગરપાલિકા અથવા તો જિલ્લા ટાઉન પ્લાનિંગ વિભાગ કેમ કોઇ પગલા લેતુ નથી કે પછી નાણાંના જોરે જમીન માલિકે બધાના હાથ બાંધી દીધા છે ….તેવી જાગૃત નાગરિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.