Western Times News

Gujarati News

ઝઘડિયા GIDCની બંધ પડેલ MTZ કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા અનેક જાતના તર્ક વિતર્ક !

વર્ષોથી બંધ પડેલ કંપનીના માલિકો ઝઘડિયાનો પ્લાન્ટ બંધ કરી ભાગી ગયા છે.કરોડો રૂપિયાના પ્લાન્ટને સાચવવા માલિકો દ્વારા એક પણ સુરક્ષા કર્મી રખાયો નથી.  –અનાથ પડેલ કરોડોના પ્લાન્ટમાંથી રોજિંદા હજારોનો ભંગાર ચોરી થાય છે જે બાબત થી જીઆઇડીસી પોલીસ અજાણ નથી ! છતાં બધું મિલીભગતમાં ચલાવાઈ રહ્યું છે.
ભરૂચ: સવારથી જ જીઆઈડીસીની એમટીઝેડ કંપની માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા હોઈ સ્થાનિકોમાં અનેક પ્રકારના તર્કવિતર્ક સાંભળવા મળ્યા હતા. વર્ષોથી તેના માલિકો દ્વારા પ્લાન્ટ બંધ કરી જતા રહ્યા છે ત્યાર બાદ એક પણ સુરક્ષા કર્મી તેને સાચવવા માટે રાખવામાં આવ્યો નથી જેથી ભંગારીયાઓને એમટીઝેડ ચોરી કરવાની ફાવતી મળી છે. ચોરી કરવા ગેસ કટર થી આગ લાગી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.


ઝઘડિયા જીઆઈડીસીના ૭૫૭ નંબરના પ્લોટમાં આવેલ એમટીઝેડ કંપનીનો પ્લાન્ટ વર્ષોથી બંધ હાલતમાં પડ્યો છે. એમટીઝેડના માલિકો દ્વારા પ્લાન્ટ બંધ કરી ભાગી ગયા છે ત્યાર બાદ તેને સાચવવું એક પણ સુરક્ષા કર્મી તેના માલિકો દ્વારા રાખવામાં આવ્યો નથી. બંધ પડેલ પ્લાન્ટમાં કોઈ સાચવનાર નહિ હોઈ ભંગાર ચોરતી ટોળકીને ફાવતી મળી છે. રોજિંદી મોટાપાયે ભંગારની ચોરી એમટીઝેડ માંથી થાય છે

જે બાબત થી જીઆઈડીસી પોલીસ અજાણ નથી ! ભંગારીયાઓ દ્વારા ગેસ કટર લાવી મેટલ કાપી ચોરી કરી લઈ જવામાં આવતી હોવાની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાઈ છે તેમ છતાં ચોરી અટકવાનું નામ લેતી નથી. આજરોજ વહેલી સવારથી જ એમટીઝેડ કંપનીના પ્લાન્ટ માંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોરી કરવા આવતા ભંગારીયાઓ ગેસ કટર લઇ ચોરી કરવા આવે છે અને મેટલ કાપીને ચોરી કરી જાય છે જેથી કોઈ ચોર દ્વારા આ આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.એમટીઝેડના માલીકો તો વર્ષોથી ભાગી ગયા છે તો આ સામાન્ય લાગેલ આગ કઈ મોટું સ્વરૂપના લઈ લે તે જીઆઇડીસી અને પોલીસે જોવાનું રહ્યુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.