યુપીમાં તોફાની તત્વોની પાસે ૨૩ લાખની વસુલી
લખનૌ: ઉત્તરપ્રદેશમાં નાગરિક સુધારા કાનૂનના સંદર્ભમાં હિંસા થયા બાદ તોફાની તત્વો સામે કાર્યવાહી કરવાની શરૂઆત યોગી સરકારે કરી દીધી છે. સીસીટીવી ફુટેજ, વિડિયો અને અન્ય બાબતો મારફતે તોફાની તત્વોની ઓળખ કરવામાં આવ્યા બાદ તેમને નોટિસ ફટકારીને હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
જંગી વસુલી તોફાની તત્વો પાસેથી કરવામાં આવનાર છે. ઉત્તરપ્રદેશમાં નાગરિક સુધારા કાનુનને લઇને ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચુકી છે. મુજફ્ફરનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિક સુધારા કાનુનને લઇને હિંસાના સંબંધમાં ૫૩ લોકોની ઓળખ કરી લીધી છે. હવે તેમની પાસેથી વસુલીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા હવે ૫૩ લોકોની પાસેથી ૨૩.૪૧ લાખ રૂપિયાની વસુલી માટે પ્રક્રિયાને તીવ્ર બનાવી દીધી છે.