Western Times News

Gujarati News

ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ જનતા સમક્ષ રજૂ કરો : સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ આદેશમાં રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ પ્રજાની સમક્ષ રજૂ કરવા માટે આજે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ આદેશને રાજનીતિના અપરાધિકરણની સામે એક મોટા નિર્ણય તરીકે ગણવામાં આવે છે.


રાજનીતિને અપરાધીઓના સકંજામાંથી મુક્ત કરાવવાની દિશામાં મોટી પહેલ તરીકે આને ગણવામાં આવે છે. રાજકીય પક્ષોને કહેવામાં આવ્યું છે કે, તે ચૂંટણી મેદાનમાં ઉતરનાર ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડને પ્રજાની સમક્ષ રજૂ કરે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, ઉમેદવારોના અપરાધિક રેકોર્ડને સાઇટ ઉપર અપલોડ કરવાની જરૂર રહેશે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ આદેશને નહીં પાળનાર રાજકીય પક્ષો સામે તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો.

ઉમેદવારોના અપરાધિક રેકોર્ડને અખબારો, વેબસાઇટો અને સોશિયલ મિડિયા સમક્ષ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જÂસ્ટસ આરએફ નરિમન અને જસ્ટિસ  એસ રવિન્દ્ર ભટ્ટની બનેલ બેંચે કહ્યું હતું કે, સ્વચ્છ ઇમેજ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાના બદલે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવા માટેના કારણો પણ રાજકીય પક્ષોને આપવા પડશે. બેંચે ચૂંટણી પંચ દ્વારા સૂચવવામાં આવેલા મુદ્દાઓને સ્વિકારી  લીધા છે.

ચૂંટણી પંચે રજૂઆત કરતા કહ્યું હતું કે, રાજકીય પક્ષોને ઉમેદવારોની પસંદગી કરતી વેળા સ્પષ્ટીકરણની સાથે વેબસાઇટ ઉપર ઉમેદવારોની વિશ્વસનીયતા, સિદ્ધિ અને ફોજદારી રેકોર્ડ જમા કરાવવાના રહેશે. જીતી શકાય તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે તેવી દલીલને આજે ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે ઠેરવ્યું હતું કે, પસંદગી માટેના કારણો વાજબી રહેવા જાઇએ જેમાં લાયકાત, સિદ્ધિ અને સંબંધિત ઉમેદવારોના મેરિટની વાત હોવી જાઇએ.

ઉમેદવારની પસંદગી કરવામાં આવ્યા બાદ ૭૨ કલાકની અંદર ચૂંટણી પંચને નિયમ પાલન અંગે રિપોર્ટ આપવાની જરૂર છે. જે લોકોની સામે અપરાધિક કેસ છે, જે ઉમેદવારની સામે અન્ય મામલા રહેલા છે તેની સામે વિગત આપવી પડશે. અશ્વિની ઉપાધ્યાયે કલંકિત ઉમેદવારોને ટિકિટ આપવાની સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં કહ્યું છે કે, રાજનીતિમાંથી અપરાધીઓને દૂર કરવા માટે છેલ્લા છ મહિનાના ગાળામાં સરકાર અથવા તો ચૂંટણી પંચ તરફથી કોઇ પ્રયાસ કરાયા નથી.

રાજનીતિમાં વધતા અપરાધીકરણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, ચાર સામાન્ય ચૂંટણીથી રાજનીતિમાં અપરાધિકરણની સંખ્યામાં  ઉલ્લેખનીય વધારો થયો છે. ૨૦૦૪માં ૨૪ ટકા સાંસદો ગુનેગારી બેકગ્રાઉન્ડ ધરાવે છે. વર્ષ ૨૦૦૯માં આ સંખ્યા ૩૦ ટકા થઇ ગઇ હતી. ૨૦૧૪માં ૩૪ ટકા સંખ્યા થઇ ગઇ છે. વર્તમાન સંસદમાં ૪૩ ટકા સાંસદો તેમની સામે ગુનેગારી કેસો ધરાવે છે. ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિન ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજી પર સુનાવણી કરતી વેળા કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા૩ને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બીજી બાજુ એમ માનવામાં આવે છે કે, વોરા કમિટિના રિપોર્ટમાં દાઉદ ઇબ્રાહિમના અધિકારીઓ અને નેતાઓ સાથે સંબંધોની માહિતી છે. વોરા કમિટિએ ૧૦૦ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે જેમાં ૧૨ પાનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીવી નરસિંહરાવની સરકારે નરેન્દ્રનાથ વોરા કમિટિની રચના કરી હતી. આ કમિટિએ અનેક મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી હતી. રિપોર્ટના કેટલાક હિસ્સાને જારી કરવાની હિંમત નરેન્દ્ર મોદી સરકાર પણ કરી શકી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.