પુલવામા હુમલાને એક વર્ષ થયુઃ શહીદોની યાદમાં સ્મારકનું ઉદ્ઘાટન
નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન હુમલાની વરસી પર કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામાં આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકનું લેથપુરા કેમ્પમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ જુલ્ફિકાર હસને સ્મારક સ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું કે, આ તે બહાદુર જવાનોને શ્રદ્ધાંજલી આપવાની રીત છે, જેમણે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.સ્મારકમાં એ શહીદ જવાનોના નામની સાથે તેમના ફોટા પણ રાખવામાં આવ્યા છે. આ સાથે જ સેન્ટ્રલ રિઝર્વ પોલી ફોર્સનું ધ્યેય વાક્ય ‘સેવા અને નિષ્ઠા’ પણ રાખવામાં આવ્યું છે.
હસને કહ્યું કે, ચોક્કસપણે આ એક દૂર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને અમે આમાંથી શીખ્યા છીંએ. અમે અમારા હિલચાલ પર હંમેશા સતર્ક હતા, પરંતુ હવે સતર્કતામાં વધારો કર્યો છે.૪૦ જવાનોના સર્વોચ્ચ બલિદાનથી દેશના દુશ્મનોને નાબૂદ કરવાનો અમારો સંકલ્પ મજબૂત બન્યો છે. ‘અમારો આતંકવાદીઓ સાથે સામનો થાય એ દરમિયાન વધારાના જોશ સાથે લડીએ છીએ અને આ જ કારણે આપણા જવાનો પરના હુમલા પછી જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરોને ખતમ કરવામાં સફળ રહ્યા હતા.ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીના હુમલા બાદ સૈનિકોની હિલચાલ દરમિયાન લેવામાં આવતી સાવચેતીઓને અંગે જણાવવા તેમણે ના પાડી હતી, પરંતુ અધિકારીઓએ કહ્યું કે હવે સૈનિકોની હિલચાલ અન્ય સુરક્ષા દળો અને સેના સાથે સંકલનમાં થાય છે.
જમ્મુ-કાશ્મીર સરકારે જવાનોની હિલચાલને સરળ બનાવવા માટે અઠવાડીયામાં ૨ દિવસ ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સ્થિતિ સામાન્ય થયા બાદ આદેશને રદ્દ કરી નાખ્યો હતો.જવાનોને લઇને જનારા વાહનોને બુલેટ-પ્રૂફ બનાવવાની પ્રક્રિયાને તેજ કરી દીધી અને રસ્તાઓ પર બંકર જેવા વાહના જોવા મળ્યાં હતા. આ સ્મારક તે સ્થળ નજીક સીઆરપીએફ કેમ્પની અંદર બનાવવામાં આવ્યું છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અદીલ અહમદ ડારે વિસ્ફોટકોથી ભરેલી કારની ટક્કર જવાનોના કાફલા મારી હતી. આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને જૈશ-એ-મોહમ્મદનો સ્વયંભૂ પ્રમુખ કારી યાસિરને ગત મહિને ઠાર મારવામાં આવ્યો હતો.