ભારત પાક.માં જારદાર કાર્યવાહી કરી શકે

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તેને લાગી રહ્યુ છે કે ભારત આગામી થોડાક દિવસમાં મોટી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા આઇશા ફારૂકીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યુ છે કે વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારને આ પ્રકારની દહેશત સતાવી રહી છે.
અલબત્ત આના માટે કોઇ નક્કર કારણ તો તેમના તરફથી આપવામાં આવ્યા નથી. ફારૂકીએ કહ્યુ છે કે તુર્કીના પ્રમુખ રિસેપ તૈયપ અર્દોગાન પાકિસ્તાનની યાત્રામાં છે. આ ગાળા દરમિયાન ભારત પાકિસ્તાનની સામે બિનજવાબદારીવાળી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની પ્રવકતાએ કહ્યુ છે કે જા ભારત દ્વારા આવી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવશે તો પાકિસ્તાન યોગ્ય જવાબ આપશે.
તુર્કી કાશ્મીરના મામલે પાકિસ્તાનના વલણને ટેકો આપે છે. આ બાબત ભારતને પસંદ પડી રહી નથી. ભારત તરફથી વધુ એક ભયનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે ભારત અમેરિકાની સાથે મહાકાય એર ડિફેન્સ સિસ્ટમ સમજુતી પર આગળ વધે છે અને ટુંકમાં જ આ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવનાર છે. ફારૂકીએ ભારત તરફથી રહેલા ખતરા અને ભયનો ખુલાસો કર્યો છે.
આ અમેરિકાની સાથે થનારી ડીલને લઇને છે. તેમણે કહ્યુ હતુ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ૧.૮ અબજ ડોલરંમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવા માટે લીલીઝંડી આપી દીધી છે. જે યોગ્ય બાબત દેખાઇ રહી નથી. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાન માને છે કે આ સમજુતીના કારણે દક્ષિણ એશિયામાં હથિયારોને લઇને સ્પર્ધા વધી શકે છે.
આ પહેલા રશિયાની સાથે પણ ભારતે એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડીલ કરી છે. આને લઇને અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. જા કે મોદી સરકાર કોઇ પણ રીતે હચમચી ન હતી. રશિયાએ આ સમજુતી તુર્કી સાથે પણ કરી છે. આના પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે આ પ્રણાલી માટે રશિયાને ૬૦૦૦ કરોડ રૂપિયાની પ્રથમ રકમ આપી દીધી છે. તે કોઇ પણ વિલંબ વગર આ પ્રણાલીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઇચ્છુક છે.