Western Times News

Gujarati News

વોડાઆઈડિયાના અસ્તિત્વ પર સંકટ

 

નવીદિલ્હી: ૧૭મી માર્ચ સુધી એજીઆરની ચુકવણી કરવા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યા બાદ બજારમાં ખળભળાટ મચી ગયો છે. કોર્પોરેટ જગતમાં પણ આજે આની ચર્ચા રહી હતી. વ્યાજ સાથે આ રકમ ચુકવવાની રહેશે. તમામ લોકો જાણે છે કે, વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ ભારતના મોબાઇલ માર્કેટમાં ૯૦ ટકા હિસ્સેદારી ધરાવે છે.


એરટેલ અને વોડાફોન બંને આ આદેશ બાદ ચિંતાતુર દેખાઈ રહી છે. આ હિલચાલથી બ્રિટિશ મહાકાય કંપની વોડાફોન સાથે સંયુક્ત સાહસ ધરાવનાર વોડાફોન-આઇડિયાના અસ્થિત્વ  સામે સંકટ ઉભુ થઇ ગયું છે. ઓવરડ્યુની રકમ અભૂતપૂર્વ થઇ છે. આજે આ ચુકાદા બાદ પ્રતિક્રિયા જાણી શકાય નથી પરંતુ વોડાફોન-આઇડિયા દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, તેના આદેશમાં સુધારો કરવાની જરૂર છે. સુધારો નહીં કરવાની સ્થિતિમાં કંપનીઓને તેમના અસ્થિત્વને  ટકાવી રાખવામાં મુશ્કેલી પડશે. આ વર્ષમાં વોડાફોન-આઈડિયાની મુશ્કેલી જારદારરીતે વધી ગઈ છે. સાથે સાથે ડોટના અધિકારીઓને પણ રિકવરી માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.