રથયાત્રામાં નજર રાખવા ફેન્ટમ-૪ મોડલના ડ્રોન ભાડે લેવાયા
રથયાત્રાનું હવાઈ નિરીક્ષણ કરવા આધુનિક ડ્રોનનો ઉપયોગ
|
(પ્રતિનિધિ) અમદાવાદ : અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે મોસાળેથી ભગવાન જગન્નાથજી આજે સવારે નિજ મંદિર પરત ફર્યા છે તો બીજીબાજુ રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસતંત્ર પણ સજ્જ બની ગયું છે
રાજયના ગૃહવિભાગ દ્વારા આ વખતે રથયાત્રાનું ડ્રોન ધ્વારા સતત હવાઈ નિરીક્ષણ કરવામાં આવનાર છે જાકે આ વખતે શહેરના પોલીસ તંત્ર દ્વારા ૮ ડ્રોન વિમાનો ભાડે લાવવામાં આવ્યા છે જેમાં ઈઝરાયલ ટેકનોલોજીથી સજ્જ ડ્રોન વિમાન સતત રથયાત્રાના રૂટ પર ઉડતા જાવા મળશે અને આ ડ્રોન વિમાન તેની આસપાસ ઉડતા ગેરકાયદેસર ડ્રોન વિમાનોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઈમબ્રાંચ પાસે રહેલા ડ્રોન વિમાનમાં સોફટવેર અપડેટ કરવાના હોય ભાડેથી ડ્રોન વિમાનો લાવવામાં આવ્યા છે
જાકે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી રહી નથી પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ડ્રોન વિમાન દ્વારા રથયાત્રાના રૂટ પરનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવે છે અને આ વખતે પણ આજ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવનાર છે એટલું જ નહી પરંતુ માર્ગ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવનાર છે અને આ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં પુરી બાદ અમદાવાદ શહેરમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે મંદિરમાં તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પર સશ† બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ધાબાઓ ઉપર પણ સશ† જવાનો સતત નજર રાખી રહયા છે.
રથયાત્રાના રૂટ પર સશ† દળોના જવાનો સતત પેટ્રોલીંગ કરી રહયા છે અને સમગ્ર શહેર જગન્નાથમય બની ગયું છે ભગવાનના મોસાળ સરસપુર પણ રોશનીથી ઝળહળી રહયું છે. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના છે ત્યારે રથયાત્રાના રૂટ પર આજે સવારથી જ ગ્રાન્ડ રીહર્સલ શરૂ કરવામાં આવ્યું છે જેના પરિણામે શહેરમાં રથયાત્રા જેવો માહોલ જાવા મળી રહયો છે.
રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ઉપરાંત તેનું સતત હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવનાર છે પોલીસતંત્ર દ્વારા સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ વખતે ખાનગી કંપની પાસેથી અત્યંત આધુનિક સુવિધાવાળા આઠ ડ્રોન ભાડેથી લીધા છે ફેન્ટમ-૪ મોડલના આ ડ્રોન દ્વારા રથયાત્રાના રૂટ પર સતત હવાઈ નિરીક્ષણ કરવામાં આવનાર છે આ ઉપરાંત પોલીસતંત્ર દ્વારા ઈઝરાયલ ટેકનોલોજીથી સજ્જ ડ્રોન વિમાન પણ મેળવેલુ છે અને તે પણ સતત હવાઈ નિરીક્ષણ કરવાનું છે
ડ્રોન દ્વારા હવાઈ નિરીક્ષણની તમામ તસ્વીરો કંટ્રોલ રૂમમાં જાવા મળશે શહેરમાં લગાવવામાં આવેલા તમામ સીસીટીવી કેમેરા અને ડ્રોનમાં લગાવવામાં આવેલા કેમેરા માટે ખાસ અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તેમાં અધિકારીઓની પણ નિમણુંક કરી દેવામાં આવતા ગઈકાલથી જ તેઓ સતત નિરીક્ષણ કરી રહયા છે.
અમદાવાદ પોલીસતંત્ર પાસે ડ્રોન વિમાન છે પરંતુ તેના સોફટવેર અપડેટ કરાવવા માટે આપવામાં આવેલા હોય આ ડ્રોન વિમાનો ભાડેથી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે શહેરમાં ગોઠવવામાં આવેલા પોલીસ બંદોબસ્તની સંપૂર્ણ વિગતો આજે બપોરે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવનાર છે જાકે એક અંદાજ મુજબ શહેરમાં રપ હજારથી વધુ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.