Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશન રોટા વાયરસની રસી આપશે

 

નાના બાળકોને ઝાડા-ઉલટીના રોગચાળાથી બચાવવાં રોટા વાયરસ રસી ઉપયોગી

અમદાવાદ : રોટવાયરસ એ અત્યંત ચેપી વાઈરસ છે અને બાળકોમાં થતાં ઝાડાના કારણોમાંનુ એક સૌથી મોટું કારણ છે. ઝાડાના લીધે ઘણા બાળકોને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે અને તેમાંથી ૪૦ ટકા બાળકો રોટવાયરસ ચેપથી સંક્રમિત હોય છે. એક રિસર્ચ પ્રમાણે રોટવાયરસથી થતાં ઝાડાના લીધે દેશમાં ૩૨.૭ લાખ બાળકો દવાખાનાની મુલાકાતે આવે છે. તેમાંથી ૮.૭૨ લાખ બાળકોને દાખલ કરવા પડે છે. દર વર્ષે આશરે ૭૮,૦૦૦ બાળકો આનાથી મૃત્યુ પામે છે. કૂપોષિત બાળકોમાં ગંભીરતા અને મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. રોટા વાઈરસનો ચેપ લગભગ તમામ બાળકોને ગંભીરતા અને મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. રોટાવાઈરસનો ચેપ લગભગ તમામ બાળકોને લાગે છે.

મ્યુનિ. આરોગ્ય અધિકારીઓ ડો.ભાવિન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, રોટવાયરસથી થતાં ઝાડાને અટકાવવા માટેનો એકમાત્ર ઉપાય રોટવાયરસ રસી છે. આ રસી હાલમાં દુનિયાના ૯૬ દેશોના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમમાં અપાઈ રહી છે. ભારત સરકાર દ્વારા દેશના ૧૧ રાજ્યોના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ૨૦૧૬થી આ રસી તબક્કાવાર સામેલ થઇ ગઇ છે. હવે પછીના તબક્કામાં ગુજરાત રાજ્ય સહિત અન્ય તમામ રાજ્યોમાં આ રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં શામેલ કરવાની છે. શહેરના ખાનગી ડોક્ટરો દ્વારા ઘણા વર્ષાેથી આ રસી બાળકોને આપવામાં આવી રહી છે.

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આ રસીના ૩ ડોઝ બાળકોને છઠ્ઠા (૧.૫ માસ), ૧૦માં (૨.૫ માસ) અને ૧૪માં (૩.૫ માસ) અઠવાડિયાની ઉંમરે મોં વાટે (ઓરલી) અન્ય રસીઓ સાથે આપવામાં આવશે.  આ રસી તમામ મમતા દિવસ, પેટા કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય સંસ્થાઓ અને સરકારી હોÂસ્પટલો ખાતે અન્ય રસીઓ સાથે આપવામાં આવશે. આ એક સુરક્ષિત રસી છે અને તેની આડઅસર નહિવત છે. બાવકના સંપૂર્ણ રસીકરણની અંતર્ગત આ રસી સામેલ કરવામાં આવશે.

આ રસીને સફળતાપૂર્વક સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવા માટે આરોગ્ય વિભાગના તમામ પેરામેડીકલ સ્ટાફ, આશા બહેનો તેમજ આંગણવાડી કાર્યકર્તાઓને સઘન તાલીમ આપવામાં આવેલ છે. આ માટે ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર સાથે WHO UNICEFM UNDP અને JSI જેવી ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન જરૂરી માર્ગદર્શન અને ટેકનીકલ સપોર્ટ આપેલ છે.

તા.૦૧ જુલાઈ ૨૦૧૯ના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન હોલ ખાતે અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, હેલ્થ કમિટી ચેરમેન, હોસ્પિટલમાં કમિટી ચેરમેન, દંડક, અમદાવાદ શહેરના કાઉન્સિલરો, ડે.મ્યુનિ.કમિશ્નર, આરોગ્ય અધિકારી, અન્ય અધિકારી અને કર્મચારીઓની અધ્યક્ષતામાં (યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ) રૂટીન ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં રોટા વાયરસ વેક્સીન બાળકને પીવડાવીને પ્રારંભ કરાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.