એનઆરઆઇ બિઝનેસમેન રિઝવાન સાજન ૧૦ વર્ષના વિઝા મેળવનાર પહેલા કેટલાંક વિદેશીમાંથી એક બન્યા
યૂએઇએ પસંદિત રોકાણકારો, પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકોને ૧૦ વર્ષના રેસિડેન્સ વિઝા આપવાનું ચાલું કર્યું છે – દેશ રેસિડેન્સી પરમિટને ઉદાર બનાવીને ધીમે ધીમે સ્થાયી આવાસની અનુમતિ આપવાનું શરુ કરી રહ્યું છે.
૫.૫ બિલિયન દીનાર (૧.૫ બિલિયન અમેરિકી ડોલર)ના વાર્ષિક ટર્નઓવરવાળા સમૂહના સંસ્થાપક તથા ચેરમેન, રિઝવાન સાજન તે પહેલાં વિદેશીમાં સામેલ થઇ ગયાં છે, જેમને ૧૦ વર્ષીય યૂએઇ રેસિડેન્સી વિઝા મળ્યા છે. યૂએઇએ વધારે વિદેશી રોકાણ આકર્ષિત કરવા માટે દેશની અર્થવ્યવસ્થાને ઉદાર બનાવ્યું છે. તેમને ૧૦ વર્ષી વિઝા મળ્યાં છે, જે તેમના પાસપોર્ટ પર સ્ટેમ્પ દ્વારા અંકિત કરી દીધાં છે. આ વિઝા દુબઇમાં જનરલ ડાયરેક્ટોરેટ ઓફ રેસિડેન્સી તથા વિદેશી કિસ્સા (જીડીઆરએફએ) દ્વારા પ્રાપ્ત થયાં.
નોન-રેસિડેન્સી ઇન્ડિયન (એનઆરઆઇ) એન્ટ્રોપ્રિન્યોર, રિઝવાન સાજન આજીવિકા અર્જિત કરતાં અને ૧૯૯૩માં ડેન્યુબ બિલ્ડિંગ મટિરીયલ્સ ટ્રેડિંગની સ્થાપના કરવા માટે સન ૧૯૯૧માં ૩૦ વર્ષની ઉંમરમાં યૂએઇ આવ્યાં.
૨૦૧૮માં ડેન્યુબ ગ્રુપ બિલ્ડિંગ મટીરીયલ્સ, રિયલ એસ્ટેટ, હોમ ડેકોર તથા ઇન્ટીરિયર, ફેશન રિટેઇલ મેન્યુફેક્ચરીંગ, જોઇનરી તથા ફૂડ તથા બેવરેજ રિટેઇલ સહિત પાંચથી વધારે સેક્ટરોમાં કામ કરતી દસ કંપનીના સમૂહમાં વિકસિત થઇ ગયાં. જ્યારે કંપનીએ પાછલા વર્ષે પોતાનો રજત જયંતી ઉત્સવ ઉજવ્યો, ત્યારે આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૫.૫ બિલિયન દીનાર (૧.૫ બિલિયન અમેરિકી ડોલર)નું હતું. આજે તેમની નેટવર્થ ૧ બિલિયન અમેરિકી ડોલર (૩.૬૭ બિલિયન દીનાર)થી વધારે અનુમાનિત છે.
ડેન્યુબ ગ્રુપના ફાઉન્ડર તથા ચેરમેન, રિઝવાન સાજને જણાવ્યું કે, “આ અમારા માટે યાદગાર ક્ષણ છે, જેની રાહ અમે લાંબા સમયથી જોઇ રહ્યાં હતાં. હું ઓલમાઇટી અને યૂએઇની વિઝનરી લીડરશીપનો આભારી છું કે તેમને મને ૧૦ વર્ષના વિઝા આપ્યાં.”
આ યૂએઇની અર્થવ્યવસ્થામાં નવા અધ્યાયની શરુઆત છે, કારણકે તેમણે રોકાણ આકર્ષિત કરવા માટે અર્થવ્યવસ્થીનું ઉદારીકરણ કરવાનું ચાલુ કર્યું છે. દસ વર્ષના વિઝા, અર્થવ્યવસ્થાના પસંદિત સેક્ટરોમાં કંપનીના ૧૦૦ ટકા સ્વામિત્વ અને છેલ્લે સ્થાયી નાગરિકતા જેવા અભિયાન ઉલ્લેખનીય પ્રગતિ છે, જે અવસરોની આ ભૂમિથી અમારા સંબંધોને પરિભાષિત કરશે.