મસુદ હાલ પાકિસ્તાનમાંઃ પાક.ના જૂઠ્ઠાણાનો પર્દાફાશ
નવી દિલ્હી: પડોશી દેશ પાકિસ્તાનના ઝુઠ્ઠાણાનો ફરી એકવાર પર્દાફાશ થઇ ગયો છે. પાકિસ્તાને હાલમાં કહ્યુ હતુ કે કુખ્યાત ત્રાસવાદી મસુદ અઝહર લાપતા થઇ ગયો છે. જા કે હવે એવી માહિતી ખુલીને સપાટી પર આવી છે કે તે પાકિસ્તાનમાં જ છુપાયો છે. પાકિસ્તાન સરકારને આની માહિતી પણ છે. મળેલી માહિતી મુજબ ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી મસુદ અઝહર હાલમાં પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં છુપાયો છે. બહાવલપુરના રેલવે લિન્ક રોડ પર તેનો અડ્ડો છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યા પર તે છુપાયેલો છે ત્યાં મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. મસુદ જે જગ્યાએ છુપાયો છે તે બહાવલપુર ત્રાસવાદી હેડક્વાર્ટરની પાછળ છે.
એવા હેવાલ પણ મળ્યા છે કે જ્યાં તે છુપાયેલો છે તે જગ્યા પર બોંબ હુમલાની કોઇ અસર થનાર નથી. મસુદના અન્ય ત્રણ સ્થળોની માહિતી પણ મળી છે. જેમાં તે વારંવાર અવરજવર કરે છે. મસુદ અઝહરના સંબંધમાં કેટલીક નવી બાબતો સપાટી પર આવી છે.
ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવાના નામે પાકિસ્તાન હજુ દુનિયાના દેશોમાં ગેરમાહિતી ફેલાવી રહ્યુ છે. ત્રાસવાદીઓ સામે પગલા લેવામાં તે નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. ઇમરાન ખાનની સરકાર કાર્યવાહી કરવાના બદલે ત્રાસવાદીઓને શરણ આપી રહી છે. અમેરિકા સહિતના દેશો વધુ કઠોર વલણ અપનાવે તે જરૂરી છે.
મળેલી માહિતી મુજબ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસુદ અઝહર હાલમાં પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રહે છે. અઝહરના અન્ય અનેક અડ્ડાઓ પણ છે જેમાં કસુર કોલોની બહાવલપુર, મદરેસાબિલાલ હબસી, ખેબરપખ્તુનખ્વા અને મદરેસા મસ્જિદ એ લુકમાન પખ્તુનખ્વાનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૬માં પઠાણકોટમાં થયેલા હુમલા સાથે સંબંધિત ડોઝિયર પાકિસ્તાનને સોંપવામાં આવ્યા બાદ તેમાં એક ફોન નંબરનો ઉલ્લેખ હતો જેના લીંક બહાવલપુર ટેરર ફેક્ટ્રી સાથે જાડાયેલા હતા. ટેરર ફંડિંગના મામલામાં મસુદ ઝહર પર સકંજા મજબૂત કર્યો હોવાની માહિતી પાકિસ્તાને ફેલાવી છે પરંતુ હકીકતમાં પાકિસ્તાન મસુદ સામે કોઇ પગલા લઇ રહ્યું નથી. ગયા વર્ષે પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે થયેલા ત્રાસવાદી હુમલાની જવાબદારી જૈશ દ્વારા લેવામાં આવી હતી.
પાકિસ્તાનમાં જૈશના લીડર મસુદ અઝહરના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે, તેને ગુપ્તરીતે જેલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો છે. તેની તબિયત સારી દેખાઈ રહી નથી. ખરાબ તબિયતના કારણે તે હાલમાં સંગઠનના કામથી દૂર છે અને સંગઠનની કામગીરી હાલમાં તેનો ભાઇ અબ્દુલ રઉફ અસગર સંભાળે છે.