Western Times News

Gujarati News

ખાનગી પ્રાથમિક શાળાઓમાં વર્ગ વધારા માટે તા. ૨૧ થી ૨૫ ફેબ્રુઆરી-૨૦૨૦ સુધી અરજી કરી શકાશે

પ્રતિકાત્મક તસવીર

  • અરજી માટે વેબસાઈટ : https://newschool.orpgujarat.com
  • અરજીની નકલ જમા કરાવવાની છેલ્લી તા. ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૦

શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ એટલે કે જૂન-૨૦૨૦થી શરૂ થતા આગામી શૈક્ષણિક સત્ર માટે નવી નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓની તેમજ માન્ય નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વર્ગ વધારા તથા ક્રમિક વર્ગ વધારાની માન્યતા મેળવવા માટે શાળા મંડળોએ તા. ૨૧ થી ૨૫ ફેબ્રુઆરી-૨૦૨૦ સુધી વેબસાઈટ: https://newschool.orpgujarat.com પરથી અરજી કરવાની રહેશે.

આ ઓનલાઈન અરજીની નકલ તમામ આધારો સહિત તા. ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૦ સુધીમાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાની રહેશે તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, જે શાળા મંડળોએ તા. ૧૭/૦૧/૨૦૨૦ કે તે પહેલાં ફી જમા કરાવેલ હશે તેઓ જ આગામી તા. ૨૧ થી ૨૫ ફેબ્રુઆરી-૨૦૨૦ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અત્રે નોંધનીય છે કે, તા. ૧૭/૦૧/૨૦૨૦ બાદ શાળા મંડળો ફી ભરી અરજી કરી શકશે નહીં તેમજ  તા. ૧૭/૦૧/૨૦૨૦ બાદ શાળા મંડળો દ્વારા ભરવામાં આવેલ ફી પરત કરવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની વેબ સાઇટ https://newschool.orpgujarat.com ઉપરથી નિયત અરજી પત્રક અપલોડ કરી અને પ્રિન્ટ કરી આધારો સાથે તા. ૩૧/૧૨/૨૦૧૯ થી તા.૧૭/૦૧/૨૦૨૦ સુધીમાં જે તે જિલ્લાના જિલ્લા અધિકૃત અધિકારીશ્રીને ઓનલાઇન અરજી કરવાની હતી. પરંતુ તા. ૧૭/૦૧/૨૦૨૦ પહેલાં નિયત ફી ભરેલ છે પણ વહીવટી કે ટેકનીકલ કારણોસર નિયત સમયમર્યાદામાં ફોર્મ ઓનલાઇન સબમીટ કરાવી શકેલ નથી

તેવા શાળા મંડળની રજૂઆતોને ધ્યાને લઈ વિભાગ દ્વારા હકારાત્મક અભિગમ દાખવી આ ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ પણ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.