Western Times News

Gujarati News

સાબરમતી નદીમાં ૧૩૦૦ લોકોએ જીંદગી ટૂંકાવી

Files Photo

વાક-વે સ્યુસાઈડ પોઈન્ટ બન્યો હોવાની ચર્ચા-રીવરફ્રન્ટ પર ફાયર પોઈન્ટ-સ્ટેશન બનાવવા માંગણી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૩૮ કરોડના ખર્ચથી કાંકરીયા તળાવનું નવનિર્માણ કર્યુ હતુ તે પહેલાં કાંકરીયા તળાવમાં આત્મહત્યાના બનાવ મોટી સંખ્યામાં બનતા હતા. કાંકરીયા લેક ફ્રન્ટના ડેવલપમેન્ટ બાદ કાંકરીયાનું સ્થાન સાબરમતી નદીએ લીધું છે. સાબરમતી નદીમાં થતી આત્મહત્યા રોકવા માટે કોર્પોરેશને તમામ બ્રિજ ઉપર જાળી લગાવી છે.

પરંતુ રીવરફ્રન્ટ વાક-વે પરથી નદીમાં છલાંગ લગાવનારની સંખ્યા વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આપઘાત કરનારને બચાવવા માટે ફાયરબ્રિગેડનો પોઈન્ટ મુક્યો છે તેમ છતાં છેલ્લા ૦૬ વર્ષ દરમ્યાનમાં ૧૩૦૦ કરતાં વધારે વ્યક્તિઓએે નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યા છે.
અમદાવાદની આગવી ઓળખ એવી સાબરમતી નદીમાં આત્મહત્યાની સંખ્યા વધી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજ પર જાળીઓ લગાવી છે તથા ફ્રન્ટની બંન્ને તરફ ૧પ૦ કરતાં વધુ સિક્યોરીટી ગાર્ડ તૈનાત કર્યા છે તેમ છતાં આપઘાતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે બાબત અત્યંત ચિંતાજનક છે. મ્યુનિસિપલ કોંગ્રસ પક્ષના પૂર્વ નેતા બદ્રરૂદ્દીન શેખના જણાવ્યા અનુસાર ર૦૧૪ થી ર૦૧૯ સુધી ૧ર૯૯ લોકોએ સાબરમતી નદીમાં કૂદીને જીંદગી ટૂંકાવી છે. જ્યારે ર૦ર૦ના પ્રથમ મહિનામાં આપઘાતના ૧૧ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને નદીમાં કૂદીને આપઘાત કરનાર લોકોને બચાવવા માટે વલ્લભસદન પાસે ફાયર બ્રિગેડનો એક પોઈન્ટ મુક્યો છે.ે બોટ અને આધુનિક સાધનોથી સજ્જ ફાયર જવાનો લોકોની જીંદગી બચાવવા માટે તૈનાત છે.


સાબરમતી રીવરફ્રન્ટની લંબાઈ ૧૧ કિલોમીટર છે તેથી એક પોઈન્ટ અપૂરતો છે. નદીની બંન્ને તરફ ત્રણ ત્રણ પોઈન્ટ મુકવા જરૂરી છે. ફાયર વિભાગનો એક જ પોઈન્ટ હોવા છતાં ર૦૧૪ થી ર૦૧૯ સુધી જવાનોએ ૩૩૯ નાગરીકોને નવજીવન આપ્યુ છે. જ્યારે થોડા સમય પેહેલાં જ સિક્યોરીટી ગાર્ડ અને પોલીસ કર્મચારીએ પણ કેટલીક જીંદગી બચાવી હતી. મ્યુનિસિપલ ફાયર વિભાગને છેલ્લા ૦૬ વર્ષમાં આપઘાતના ૧૬૪૯ કોલ આવ્યા હતા. જે પૈકી ફાયર ખાતાએ ૩૩૯ લોકોને બચાવ્યા છે. જ્યારે ૧૩૧૦ નાગરીકોએ આવેશમાં આવીને જીંદગી ટૂંકાવી દીધી છે.

મ્યુનિસીપલ કોર્પોેરશન દ્વારા વાક- વે પર સલામતીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. નાગરીકોંનું જીવન અતિ મૂલ્યવાન છે તેથી ફાયર વિભાગના પોઈન્ટ વધારવા પણ જરૂરી છે. કાંકરીયા ફ્રન્ટના ડેવલપમેન્ટ બાદ આત્મહત્યાના કસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ર૦૦૧ થી ર૦૧૮ સુધી કાંકરીયા ખાતે આત્મહત્યાના ૧૭ર કેસ નોંધાયા છે. જ્યારે ર૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાં ર૦૧૪થી ર૦૧૭ સુધી સમયગાળા દરમ્યાન ૧૦૮૯ લોકોએ આત્મહત્યા કરી હતી. વલ્લભસદન પાસે ફાયર પોઈન્ટ મુક્યા બાદ બચાવ કામગીરી ઝડપી બની છે તેથી છેલ્લા બે વર્ષમાં આત્મહત્યાના માત્ર ર૧૦ જ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે માત્ર સાબરમતી નદીમાં જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં બચાવ કામગીરી ઝડપી બને એ માટે રીવરફ્રન્ટની બંન્ને તરફ ફાયર સ્ટેશન બનાવવા માંગણી કરી છે.ે જેનો અમલ થાય તો નાગરીકોની અમૂલ્ય જીંદગી બચાવવા ફાયર જવાનો ઝડપથી ઘટનાસ્થળે પહોચી જઈ શકશ તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.