સામાજિક એકતા જાગૃતિ મિશને ૧-૦૮-૨૦૧૮ પરિપત્ર કરનાર જ્વલંત ત્રિવેદી સામે ફરિયાદ નોંધવા માંગ
અરવલ્લી જિલ્લા સામાજિક એક્તા જાગૃતિ મિશનના જિલ્લા પ્રભારી અનિલ પરમાર અને જીલ્લા અધ્યક્ષ હર્ષ વાઘેલા અને મિશન સાથે જોડાયેલા કાર્યકરોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન મથકે પહોંચી ટાઉન પી.આઈ ને લેખિત રજુઆત કરી સામાન્ય વહીવટ વિભાગના અધિકારી અને તેમના સાગરીતોએ ૧-૦૮-૨૦૧૮ના રોજ અનામત વર્ગની મહિલાઓને નોકરીથી વંચિત રાખવાના ઉદ્દેશથી એક ગેરબંધારણીય પરિપત્ર બનાવવામાં આવેલ છે અને જાહેર કરવામાં આવ્યો હોવાથી અનામત વર્ગની મહિલાઓને સરકારી ભરતીમાં અન્યાય થયેલ છે. જેથી આ ઠરાવ રદ થાય તેમજ જ્વલંત ત્રિવેદી અને તેના સાગરીતો વિરુદ્ધ કાયદેસર ની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેની માંગ સાથે પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી.