Western Times News

Gujarati News

રુફટોપ સોલર વર્ષે રૂ. 50,000ની બચત કરવામાં મદદ કરે છે

File

ટાટા પાવર રુફટોપ સોલ્યુશન હવે દેશનાં 70 શહેરોમાં ઉપલબ્ધ~ રિન્યૂએબલ એનર્જીમાં લીડરશિપ જાળવી રાખવી કંપનીની યોજનાનો એક ભાગ 

મુંબઈ,  રિન્યૂએબલ ઊર્જાનાં ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાની અને લીડરશિપ જાળવવાની પોતાની સ્ટ્રેટેજિક યોજનાનાં ભાગરૂપે ટાટા પાવર અત્યારે આખા દેશમાં 70 શહેરોમાં એની રુફટોપ સોલર સેવાઓ પૂરી પાડે છે. ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર સોલર છ વર્ષથી બજારમાં રુફટોપ સેગમેન્ટમાં લીડરશિપ ધરાવે છે.

દેશમાં બજારનાં રહેણાક સેગમેન્ટ માટે ઊર્જાનાં વિશ્વસનિય અને વાજબી સ્ત્રોત તરીકે રુફટોપ સોલર સોલ્યુશન્સ (આરટીએસ) ઝડપથી વિકસી રહ્યાં છે. આખા દેશમાં વીજળીનાં ગ્રાહકો માટે પર્યાવરણ અને આર્થિક એમ બંને દ્રષ્ટિએ વિશ્વસનિય લાંબા ગાળાનાં સોલ્યુશન તરીકે સોલર એના ટાટા પાવર આરટીએસ સોલર એના આરટીએસ સોલ્યુશન ઓફર કરે છે. ટાટા પાવર સોલર ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ સોલર કંપની પણ છે, જે સેલ/મોડ્યુલ્સ અને સૌર ઉત્પાદનોથી શરૂ કરીને રુફટોપ અને યુટિલિટી-સ્કેલ સોલર પ્રોજેક્ટ્સનો અમલ કરવા સુધીની સોલર વેલ્યુ ચેઇનમાં ઉત્કૃષ્ટતા પણ ધરાવે છે.

ટાટા પાવરનાં સીઇઓ અને એમડી શ્રી પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, રુફટોપ સોલર સ્વચ્છ ઊર્જાનાં કાયમી સ્ત્રોત ઇચ્છતાં ગ્રાહકો માટે આદર્શ સોલ્યુશન છે, જે લાંબા ગાળે એના માટે ચુકવણી કરવા ઇન-બિલ્ટ ક્ષમતા ધરાવે છે. આરટીએસ ઉપભોક્તાઓની નવી પેઢી માટે વિકસાવેલું સોલ્યુશન પણ છે, જેઓ તેમની યુટિલિટી કંપનીઓ પાસેથી વીજળીથી વિશેષની અપેક્ષા ધરાવે છે. જ્યારે માઇક્રોગ્રિડ જેવા નવા વિતરણ સોલ્યુશનોનો સમન્વય કરવામાં આવે છે, ત્યારે સોલર રુફટોપ  આખા દેશમાં શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં ઊર્જાની સુલભતામાં વધારો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

અત્યાર સુધી ટાટા પાવર સોલરે 315 મેગાવોટથી વધારે રુફટોપ પ્રોજેક્ટ સ્થાપિત કર્યા છે, જેમાં કેટલાંક પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા રાજ્યોમાં કાર્યરત છે. પ્રોગ્રામ મુંબઈ, પૂણે, નાસિક, સુરત, બરોડા, દિલ્હી, ગુરગાંવ, આગ્રા, લખનૌ, ચંદીગઢ, વારાણસી, ગૌહાટી, કોલકાતા, ધનબાદ, પુરી, વિઝાગ, વેલ્લોર, મૈસૂર, કોઇમ્બતૂર અને ચેન્નાઈ જેવા જાણીતા શહેરોમાં શરૂ થયો છે.

ટાટા પાવર સોલર 29 વર્ષથી વધારે સમયથી ભારતના રુફટોપ ક્ષેત્રમાં પથપ્રદર્શક છે, જે એને દેશની સૌથી વધુ વિશ્વસનિય અને ભરોસાપાત્ર રુફટોપ સોલ્યુશન્સ પ્રોવાઇડર બનાવે છે. કંપની 20 વર્ષથી વધારે સમયથી આખી દુનિયામાં 1.4 ગિગાવોટ (જીડબલ્યુ)થી વધારેનાં મોડ્યુલ્સની નિકાસ કરીને આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવે છે. ટાટા પાવર સોલરનાં મોડ્યુલનાં ઉત્પાદનની રેન્જ ઇન-હાઉસ ઉત્પાદનની ક્ષમતા 400 મેગાવોટ (એમડબલ્યુ) છે અને સેલ ઉત્પાદન ક્ષમતા 300 મેગાવોટની છે, જે 125 એમએમ અને 156 એમએમ સાઇઝની અનુક્રમે મોનો અને મલ્ટિ-ક્રિસ્ટલાઇન વેફર્સનું ઉત્પાદન કરી શકે છે. આ ઇન્ટિગ્રેટેડ સેલ અને મોડ્યુલ મેનુફેક્ચરિંગ સુવિધાઓ ISO 9001:2008 અને ISO 14001:2004 સર્ટિફાઇડ છે.

ટાટા પાવર સોલરે દેશમાં 13 રાજ્યોમાં આશરે 2.76 ગીગાવોટની કુલ ક્ષમતા ધરાવતા યુટિલિટી સ્કેલ પ્રોજેક્ટનું નિર્માણ પણ કર્યું છે. વર્ષ 2017માં કંપનીએ કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં કારપોર્ટ પર 2.6 મેગાવોટ (એમડબલ્યુ) સોલર રુફટોપ પ્લાન્ટ શરૂ કર્યો હતો. જોગાનુજોગે આ ભારતનું સૌથી મોટું સોલર ઊર્જા આધારિત કારપોર્ટ છે.

ટાટા પાવર સોલર દ્વારા અમલ થતાં અન્ય મોટા સોલર પ્રોજેક્ટમાં આંધ્રપ્રદેશનાં અનંતપુરમાં 500 એકર જમીન પર 100 મેગાવોટનો પ્રોજેક્ટ અને ઓડિશામાં લાપાંગમાં 30 MWpનો સોલર પાવર પ્લાન્ટ સામેલ છે. આ ભારતમાં સૌથી મોટા સોલર પ્રોજેક્ટ પૈકીનો એક છે, જેનું નિર્માણ એશ ડાઇક એરિયા પર થયું છે, જે એશ ડાઇક એરિયામાં 60 ટકા (19 MWp) અને સાધારણ જમીન પર 40 ટકા (11 MWp) ધરાવે છે. આ ઉપરાંત ટાટા પાવર સોલરે કર્ણાટકમાં પવાગડા સોલર પાર્કમાં 400 મેગાવોટનાં  ઇન્સ્ટોલેશનનો અમલ કર્યો છે. કંપનીએ ધોલેરા સોલર પાર્કમાં ગુજરાત સરકાર દ્વારા હરાજીમાં 1000 મેગાવોટનો પ્રોજેક્ટ પણ મેળવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.