રેડ બુલ કેમ્પસ ક્રિકેટ તેની નવમી આવૃત્તિ માટે અમદાવાદ, વડોદરા, અને રાજકોટ હલ્લાબોલ કરવા સુસજ્જ
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એકમાત્ર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાની નવમી આવૃત્તિ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 31મી ફેબ્રુઆરીથી સિટી ક્વોલિફાયર્સ સાથે 32 શહેરોમાં ભારતમાં શરૂ થવા સુસજ્જ છે. કોલેજના કેમ્પસોમાંથી ઊભરતા ક્રિકેટરોની ખોજ અને તેમને પોષવાનું તેનું લક્ષ્ય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સે ભારતમાં એનર્જી ડ્રિંક દિગ્ગજ રેડ બુલ સાથે તેનો સહયોગ આ માટે મજબૂત બનાવ્યો છે અને કોલેજ ક્રિકેટ ટીમો રેડ બુલ કેમ્પસ ક્રિકેટ માટે વાર્ષિક ઈન્ટરનેશનલ ટી20 ટુર્નામેન્ટમાંથી પ્રતિભા શોધવાનું ચાલુ રાખવાની તેની યોજના છે.
રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2020 સિટી ક્વોલિફાયર્સ 13મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ વચ્ચે ભારતનાં 32 શહેરો પશ્ચિમમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, ઈન્દોર, પુણે, નાગપુર, ગોવા, રાયપુર અને રાજકોટ, ઉત્તરમાં જાલંધર, દહેરાદુન, દિલ્હી, જયપુર, જમ્મુ, ચંડીગઢ, લખનૌ, મીરુત અને ધર્મશાળા, દક્ષિણમાં ચેન્નાઈ, બેન્ગલોર, હૈદરાબાદ, કોઈમ્બતુર, કોચી, મૈસુર અને વિઝેગ, પૂર્વમાં કોલકતા, ત્રિપુરા, ગૌહાટી, રાંચી, ભુવનેશ્વર, પટના અને જમશેદપુરમાં યોજાશે. ત્રિપુરા અને રાજકોટ આ આવૃત્તિમાં ઉમેરાયેલાં બે નવાં શહેરો છે અને તે અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ ઝોનનો ભાગ હશે.
દરેક શહેરની વિજેતા કોલેજ તે પછી એપ્રિલમાં ઝોનલ / રિજનલ ફાઈનલમાં પહોંચશે. આ વર્ષે આરબીસીસી કેરળ કોલેજ પ્રીમિયર લીગ ટી20 ચેમ્પિયનશિપ સાથે તેમના સહયોગ થકી તેમના કોચી સિટી ચેમ્પિયન્સને શોધશે, જેમાંથી ફાઈનલ 23મી ફેબ્રુઆરીના રોજ ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં યોજાશે.
આરબીસીસીમાં દરેક ઝોનમાંથી બે ટોપ ટીમો તે પછી નેશનલ ફાઈનલમાં સ્પર્ધા કરશે, જ્યાં ટીમો અનુક્રમે ક્વોર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલમાં નોકઆઉટ રાઉન્ડ્સમાં રમશે. નેશનલ વિનર તે પછી રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2020 વર્લ્ડ ફાઈનલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતમાંથી ગત વિજેતાઓ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમાં રિઝવી કોલેજ, મુંબઈ, ડીએવી કોલેજ, ચંડીગઢ, સ્વામી શ્રદ્ધાનંદ કોલેજ, દિલ્હી અને એમએમસી કોલેજ, પુણેનો સમાવેશ થાય છે.
ભારતમાં 30 શહેરની 352 કોલેજોએ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2019ની નેશનલ ચેમ્પિયનશિપમાં સ્પર્ધા કરી હતી. ગયા વર્ષે ડીએવી કોલેજ ચંડીગઢની ટીમે રોમાંચ ઓછા સ્કોરની ફાઈનલમાં હિંદુસ્તાન કોલેજ ચેન્નાઈ ટીમને હરાવીને પ્રતિષ્ઠિત ટી20 સ્પર્ધાની ઈન્ડિયન ચેમ્પિયન્સ તરીકે ઊભરી આવી હતી. અગાઉ 2013માં આરબીસીસી નેશનલ ફાઈનલ્સ અને વર્લ્ડ ફાઈનલ્સ જીતનારી ડીએવી કોલેજ ચંડીગઢે યુએઈમાં રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2019 વર્લ્ડ ફાઈનલ્સમાં ફરીથી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તે પ્લે-ઓફફ્સ માટે ક્વોલિફાઈ થઈ હતી, પરંતુ પાકિસ્તાન (યુનિવર્સિટી ઓફ કરાચી) દ્વારા તેને હરાવવામાં આવી હતી. તે બહાર થઈ ગઈ હોવા છતાં ભારતને ત્રેકાશ બાલી (સ્પર્ધામાં 199 રન) અને પંકજ શર્મા (9 વિકેટ) સાથે અનુક્રમે બેટિંગ અને બોલિંગમાં નોંધનીય સિદ્ધિ મળવાથી ઉત્તમ સંભાવનાઓ મળી હતી. ત્રેકાશ બાલીએ વિજય હઝારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી હતી, જે 199 રન સાથે વર્લ્ડ ફાઈનલ્સમાં સૌથી વધુ સ્કોર નોંધાવનારો ખેલાડી રહ્યો હતો, જ્યારે 9 વિકેટ સાથે પંકજ શર્માએ સૌથી વધુ વિકેટો લીધી હતી.
ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સ અને રેડ બુલ વચ્ચે અજોડ ભાગીદારી એ ભારતની સૌથી મોટી ક્રિકેટ પ્રતિભા તલાશમાંથી એક તરીકે એક નીવડી હતી, કારણ કે રાજસ્થાન રોયલ્સે સ્પર્ધા દરમિયાન અને આરબીસીસી નેશનલ ફાઈનલ્સ 2019 ખાતે યુવા પ્રતિભાઓને શોધી કાઢ્યા હતા. રાજસ્થાન રોયલ્સની ટીમે મુખ્ય ખેલાડીઓ પર બારીકાઈથી નજર રાખીને તેને ચૂંટી કાઢીને આગામી આઈપીએલ ઓકશનમાં ચૂંટાઈ આવવાની શક્યતા સાથે ટીમ દ્વારા હાથ ધરાયેલી ટ્રાયલ્સનો હિસ્સો બનવાની અદભુત તક આપી હતી. રાજસ્થાન રોયલ્સ સાથે આરબીસીસી પ્લેયર ટ્રાયઆઉટ્સ 2019ના ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ, તળેગાવ, નાગપુરમાં યોજાઈ હતી. 4 પસંદગી પામેલા આરબીસીસીના ખેલાડીઓમાં રાંચીનો સુશાંત સિંહ, દિલ્હીનો ફૈઝામ આલમ, દિલ્હીનો સિરોહી અને ચેન્નાઈનો શારુખ ખાન હતા (ભારતમાં મેન ઓફ ધ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2019 ટુર્નામેન્ટ- હિંદુસ્તાન કોલેજ ચેન્નાઈનો), જે આઈપીએલ ઓકશનનો પણ ભાગ બન્યો હતો, પરંતુ વેચાયો નહોતો, પરંતુ તેના નામને લીધે સૌથી નજરે ચઢ્યો હતો. ઝુબિન ભરૂચા (રાજસ્થાન રોયલ્સનો ક્રિકેટ હેડ) અને રોમી ભિંદર (આરએસડીએમએફનો એક ડાયરેક્ટર અને રાજસ્થાન રોયલ્સનો મિડિયા અને ટીમ મેનેજર) ટ્રાયલ્સ દરમિયાન ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરવા માટે હાજર હતા.
રેડ બુલ કેમ્પસ ક્રિકેટ સાથે સહયોગ વિશે બોલતાં રાજસ્થાન રોયલ્સના સીઓઓ જેક લશ મેક્રમે જણાવ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ સાથે ફરી એક વાર સહયોગ કરવામાં ખુશી અનુભવે છે. આ અદભુત સ્પર્ધા ભારત અને દુનિયાભરના યુવા, પ્રતિભાશાળી ક્રિકેટરોને મંચ આપે છે. તે પ્રથમ દિવસથી અમારી ફિલોસોફીનો મુખ્ય ભાગ છે. અમારી કોચિંગ ટીમે ગયા વર્ષે આ સ્પર્ધામાં ભરપૂર ક્રિકેટ સંભાવના જોઈ હતી, જેમાં અમને જયપુર ખાતે એસ.એમ.એસ. સ્ટેડિયમમાં ઈન્ડિયા ફાઈનલ આયોજિત કરવામાં ટેકો આપવાની ખુશી થાય છે.
કે એલ રાહુલ, મયંક અગરવાલ, એઈડન માર્કરામ, કાગીસો રબાડા, લુંગી ગિડી, નિરોશાન ડિકવેલા અને ચિરાગ સુરીએ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ મંચનો ઉપયોગ કરીને તેમની સંબંધિત દેશો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનાં નામ બનાવ્યાં છે. રેડ બુલ એથ્લીટ કે એલ રાહુલ સ્પર્ધાની 2013ની આવૃત્તિમાં ટોપ સ્કોરર હતો અને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સ્તરે તેની સફળતા માટે આરબીસીસીને શ્રેય આપે છે.
મનન વોહરા, શાર્દુલ ઠાકુર, કરુણ નાયર, શશાંક સિંહ, સિદ્ધેશ લાડ, હિમાંશુ રાણા, અભિમન્યુ ઈશ્વરન, અનુકુલ રોય, રિતુરાજ ગાયકવાડ અને રિકી ભુઈને પણ રેડ બુલ કેમ્પસ ક્રિકેટમાંથી લાભ થયો છે.