Western Times News

Gujarati News

ભારત સાથે હાલ કોઈ ઔદ્યોગિક કરાર નહીંઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ગાંધી આશ્રમમાં એનએસજી કમાન્ડો તૈનાત : ભારતની મુલાકાતને લઈ ઉત્સુક ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદનઃ ટ્રમ્પને આવકારવા વડાપ્રધાન મોદી ર૩મીએ અમદાવાદ આવી પહોંચશે

(પ્રતિનિધિ) અમદાવાદ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહયા છે ત્યારે તેમને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમેરિકાના સુરક્ષા અધિકારીઓ પણ તૈનાત કરી દેવાયા છે જયારે ગાંધી આશ્રમનો કબજા એનએસજીના કમાન્ડોએ લઈ લીધો છે. અમેરિકાથી ભારત આવવા રવાના થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત જવા માટે હું ખૂબ જ ઉત્સુક છુ અને મોદીને હું વધુ પસંદ કરૂ છું પરંતુ ભારતની મુલાકાત દરમિયાન કોઈ ઔદ્યોગિક કરાર કરવામાં આવશે નહી. મુલાકાત બાદ અમેરિકા પહોંચી આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત પૂર્વે અમદાવાદમાં અનેરો ઉત્સાહનો માહોલ જાવા મળી રહયો છે અમદાવાદ શહેરના સાબરમતી, મોટેરા, ગાંધીઆશ્રમ વિસ્તારની કાયાપલટ કરી દેવામાં આવી છે ખાસ કરીને વિશ્વના સૌથી મોટા બનાવવામાં આવેલા મોટેરા સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન કરવામાં આવનાર છે ત્યારે સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ નાગરિકો રોમાંચિત જાવા મળી રહયા છે

જાકે આ કાર્યક્રમોમાં નાના બાળકો તથા વૃધ્ધોને નહી લાવવા જણાવી દેવામાં આવ્યું છે. ભારતની મુલાકાતને લઈ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખૂબ જ ઉત્સાહીત બની ગયા છે.

તેમણે આજે સવારે ભારત આવતા પહેલા સ્થાનિક પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોની આગતાસ્વાગતા નીહાળવા અને તેનો અનુભવ કરવા માટે હું ખૂબજ ઉત્સુક બન્યો છું ખાસ કરીને એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને ગાંધીઆશ્રમથી મોટેરા સ્ટેડિયમ સુધી યોજાનારા રોડ શો ને લઈ હું પોતે રોમાંચિત છું આ રોડ શો દરમિયાન પ૦ લાખથી વધુ લોકો હાજર રહેવાના છે તેવી વિગતો મળી છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં ખૂબ જ જારશોરથી તૈયારી ચાલી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્તમાન રાજકારણમાં વિશ્વભરના રાજકીય નેતાઓમાંથી સૌથી વધુ મોદીને તેઓ પસંદ કરે છે અને ટુંક સમયમાં જ તેમની સાથે થનારી મુલાકાત ખૂબ જ રોમાંચિત રહેશે. અમદાવાદથી ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી જવાના છે અને દિલ્હીમાં અમેરિકાના વ્યાપારી પ્રતિનિધિ મંડળો સાથે ભારતના વેપારી પ્રતિનિધિ મંડળો સાથે બેઠકો યોજાવાની છે અને આ બેઠકોમાં ભારતમાં મુડી રોકાણ માટે અમેરિકી પ્રતિનિધિ મંડળો મહત્વપૂર્ણ ચર્ચા કરશે.

જાકે ડોનાલ્ડ ટ્રમ્પે આજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત સાથે ઔદ્યોગિક કરારો કરવા માટે અમેરિકી પ્રતિનિધિ મંડળો ખૂબ જ ઉત્સુક છે પરંતુ આ મુલાકાત દરમિયાન કોઈ જ કરાર થવાના નથી. દિલ્હીમાં થનારી બેઠકો બાદ અમેરિકા પહોંચી પ્રતિનિધિઓ નિર્ણય લેશે. ડોનાલ્ડ ટ્રમ્પના આ મહત્વપૂર્ણ નિવેદનના પગલે હવે ભારતીય ઉદ્યોગપતિઓ પણ તેમની રણનીતિ બદલે તેવી સંપૂર્ણ શકયતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪મીએ અમદાવાદ આવી પહોંચવાના છે જેના પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટ્રમ્પને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.ર૩મીએ સાંજે અમદાવાદ આવી પહોંચે તેવી સંપૂર્ણ શકયતા છે.

અમદાવાદની મુલાકાતે આવેલા ચીનના પ્રમુખ જીનપીંગનું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પોર્ટોકોલ તોડીને કર્યું હતું તેજ રીતે આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પોર્ટોકોલનો ભંગ કરી ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૩મીએ સાંજે જ અમદાવાદ આવી પહોંચ્યા બાદ તેઓ સીધા જ રાજભવન પહોંચવાના છે તેવુ જાણવા મળી રહયું છે અને ત્યાં રાત્રિ દરમિયાન કાર્યક્રમને લઈ કરાયેલી વ્યવસ્થાની સ્થિતિની  સમીક્ષા કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી મંડળના સભ્યો પણ આવવાના છે.

ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે એરપોર્ટથી સીધા જ ડોનાલ્ડ ટ્રમ્પ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જવાના છે જેના પગલે ગાંધી આશ્રમમાં બ્લેક કેટ કમાન્ડોને આજથી તૈનાત કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સાબરમતી વિસ્તારમાંથી કેટલાક લારીગલ્લાઓ પણ હટાવવાની કામગીરી આજ સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.