માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું: લાશના ટુકડા કરી ફેંકી દીધી
ચેન્નાઇ, શું કોઇ માતા પોતાના પુત્રની હત્યા કરી શકે છે તમે જવાબ આપો કે કયારેય નહીં પરંતુ તમિલનાડુમાં એક આવો મામલો સામે આવ્યો છે જયાં એક માતાએ પોતાના એન્જીનિયર પુત્રની હત્યા કરી એટલું જ નહીં પરંતુ તેના શબના ટુકડે ટુકડા કરી તેને અનેક જગ્યાઓ પર ફેંકી દીધા.
આ ઘટના તમિલનાડુના કુંબુમની છે પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે પોલીસનું કહેવુ છે કે શબના અનેક ટુકડા કરવામાં આવ્યા છે અને તેને શહેરના વિવિધ સ્થળોથી કબજે કરવામાં આવ્યા હતાં.મૃતકનું નામ વિગ્નેશ્વર છે તે ૨૫ વર્ષનો છે કહેવાય છે કે વિગ્નેશ્વરણ જયારે ઘરે આવ્યો તો તેની માતાએ તેને ભોજનમાં ઝેર આપ્યો અને તેનાથી તેનું મોત થયું ત્યારબાદ તેના શબના ટુકડી કરી બોરીમાં ભરી ફેંકી દીધા હતાં.
એક મહિલાએ બોરીમાંથી શબના ટુકડા ફેંકતા જાતા આ અંગેનો પર્દાફાશ થયો પોલીસે સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતાં જેમાં ખુલાસો થયો કે એક માતાએ જ પોતાના પુત્રની હત્યા કરી છે પુછપરછમાં માતાએ તેનો સ્વીકારપણ કર્યો છે.
માતાનું કહેવુ છે કે પુત્રની નશાની આદતથી તે પરેશાન હતી તે ઘરમાં ઓફિસમાં પણ નશો કરતો હતો તેથી તેની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તે કહેવાતી રીતે કેટલીક ચોરીના કેસમાં પણ સામેલ હતો આથી તે પરેશાન થઇ ગઇ હતી અને પોતાના પુત્રની હત્યા કરી દીધી પોલીસે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.