વિરપુર કે સી શેઠ આર્ટસ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો
વિરપુર: વિરપુર તાલુકાની કે સી શેઠ આર્ટસ કોલેજ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો આ ભરતી મેળામાં કોલેજ ભુતપૂર્વ અને વર્તમાન સમયના તેમજ બીજા અન્ય યુવાનો સહિતના ૧૯૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા મહિસાગર જીલ્લા રોજગાર કચેરી સહયોગથી મેળો યોજાયો હતો જેમાં ૬૧ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેઓને ગુજરાતની વિવિધ પ્રકારની કંપનીઓમાં રોજગારી મળી રહેશે આ ભરતી મેળામાં મહિસાગર જીલ્લા રોજગારી કચેરીના અધિકારી પ્રીયંકા ભટ્ટ તેમજ કે સી શેઠ આર્ટસ કોલેજના આચાર્ય સુજીત ત્રીપાઠી સહિતના કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો