Western Times News

Gujarati News

સંજેલી બોડાડુંગર ગામમાંઘરે ઘરે નળ કનેક્શન આપવાને બદલે પાણીના ટાંકા બનાવી તંત્રએ સંતોષ  માન્યો 

ગામે ગામ અને ઘરે ઘરે પાણી પહોંચાડવા ભાજપના નેતાઓ પણ નિષ્ફળ રહ્યા હોવાની લોકોમાં ચર્ચા 

પાણી પાછળ દર વર્ષે લાખોનો ખર્ચો છતાં પણ કામગીરી શૂન્ય ભાજપ સાથે કોંગ્રેસના નેતા પણ ચૂપ 

સંજેલી: સંજેલી તાલુકાના બોડાડુંગર ગામે ઘરે ઘર નળ કનેક્શન યોજના માત્ર કાગળ પર જ તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારી કે મિલીભગતને કારણે બે વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં પણ લોકોના ઘરે પાણી નિષ્ફળ નીવડ્યા છે  ત્યારે આવી યોજના માત્ર નામ પુરતી જ સરકારના ચોપડે બોલાવવામાં આવી રહી છે કે પછી લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામા આવશે  કે પછી કોણીએ ગોળ જેવી પરિસ્થિતિ  સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે

સરકાર દ્વારા ઘરે ઘરે અને ગામડે ગામડે લોકોના ઘર સુધી પાણી મળી રહે તેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે સંજેલી તાલુકાના બોડાડુંગર ખાતે પુરવઠા યોજના વાસમો અને  કોન્ટ્રાક્ટરની બેદરકારી કે મિલીભગત થી લોકોના ઘર ઘર સુધી નળ કનેક્શનો પહોંચ્યા નથી માત્ર નામ પૂરતો જ પાણીનો ટાંકો બનાવી સંતોષ માની લેવામાં આવી રહ્યો છે બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં પણ ગામમાં નળ કનેક્શન વિના પાણી માટે સ્થાનિકોને ફાફા મારવામાં આવી રહ્યા છે

ઘરના બાળકો ઘંટી ચાટે અને બારના છોકરાઓને ઘી કેળા જેવી પરિસ્થિતિ બોડાડુંગર ગામે સર્જાય છે કરોડો રૂપિયાના ખર્ચે પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે જ્યાંથી દાહોદ જિલ્લામથકે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે બોડાડુંગર ગામમાં જ લોકોને પાણી માટે ફાંફા મારી રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાં જ આ ગામમાં લોકોને પાણી મેળવવા દૂરદૂર ભટકવું પડે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગામને ઘરે ઘરે નળની અધૂરી કામગીરી પૂર્ણ કરી યોજના ક્યારે શરૂ થશે કે પછી લોલીપોપ આપવામાં આવી રહી છે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓને લોકોની સમસ્યા યાદ આવે છે


પછી તો લોકોની સમસ્યા કે હાલ પણ પૂછવા જતા નથી જ્યારે વહીવટી તંત્ર પણ આનો લાભ લઇ લોકોની સમસ્યા હલ કરતા નથી અધૂરા કામો મૂકી સરકારનાં નાણાંનો ખોટો વ્યર્થ કરી રહ્યા છે ત્યારે જિલ્લા અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી બોડાડુંગર ગામમાં અધુરૂ કામ છોડી નાસી ગયેલા કોન્ટ્રાક્ટર અને તંત્ર પર એક્શન લઈ ઘરે ઘરે નળ કનેક્શનો ની આ યોજના ઝડપથી મળતી થાય તેવી ગ્રામજનોની માંગ છે

વાસ્મોના કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષ અગાઉ અમારા ગામમાં બે ચાર મકાનો સુધી પાઇપલાઇન લંબાવવામાં આવી છે જે બાદ અધૂરું કામ છોડી નાસી જતા મોટાભાગના ઘરોમાં પાઇપલાઇન પણ લંબાઈ નથી અને ગામમાં એક પણ નળ કનેક્શન નાખવામાં આવ્યું નથી ભીત ફળિયામાં લાઇટ કનેકશન અને પાણીની સુવિધા નથી આ વિસ્તારના લોકોની 18 મિ સદી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે  અમારી રજૂઆતોને કોઇ ધ્યાને લેતું જ નથી    માજી ડેપ્યુટી સરપંચ નિસરતા બાવસિગ લુજા

બોડા ડુંગર ખાતે આવેલા ભીત ફળિયામાં સ્થાનિકોને પાણીની તેમજ લાઇટની સગવડ નથી ડુંગરના નીચે લોકો પોતાના જીવનું જોખમ મૂકી જીવી રહ્યા છે એક વર્ષ અગાઉ પાણી એટલે કેટલાક હવે માત્ર ગણ્યા ગાંઠ્યાં મકાનોમાં જ પાઇપ નાંખવામાં આવી હતી જેમાં આજ દિન સુધી ટીપુ પાણી આવ્યું નથી વીજળી માટે પણ વાયર વગરના થાભલા જોવા મળી રહ્યા છે

રમુભાઇ મલાભાઇ નિસરતા  સ્થાનિક આગેવાન  જવાબ   બોડાડુંગર ખાતે વાસ્મોની નળ કનેક્શનની યોજના ઓગસ્ટ 2018 મા 19 લાખ ઉપરાંત ટેન્ડરથી શ્રી સાઇ કન્ટ્રક્શન કામ સોંપ્યું હતું  9 લાખ જેટલી રકમ પણ ચૂકવાઇ ગઇ છે વર્ક ઓર્ડરની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છતાં પણ કામ પૂર્ણ ન થતાં એજન્સીને કામ પૂર્ણ કરવા નોટિસ ફટકારવામાં આવી છે આ યોજના બોડાડુંગરના 200મકાનોમાં નળ કનેક્શન આપવાની હતી જેમાં હજી સુધી એકને પણ નળ કનેક્શન દ્વારા પાણી અપાયું નથી   વાસમો યુનિટ મેનેજર  ડી આર મોઢીયા

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.