મહિલા પર તાંત્રિક વિધીઓ કરાવતાં સાસરીયાઓ વિરૂદ્ધ ફરીયાદ
ક્રિષ્ણાનગરઃ માનસિક બિમાર જાહેર કરી
અમદાવાદ: ક્રિષ્ણાનગરમાં એક પરણીતાનાં દાગીના પડાવી લીધા બાદ તેની પાસે દહેજની માંગણી કરતાં સાસરીયાઓએ તે માનસિક બિમાર હોવાનું કહી તાંત્રીક વિધિઓ કરાવી હતી. ઉપરાંત તેને અજ્ઞાત સ્થળે લઈ જઈ ઢોર માર મારતાં પિયરીયાએ તેને બચાવી હતી. પરણીતા ઉપર સાસરીયા દ્વારા વારંવાર ત્રાસ ગુજારવામાં આવતાં છેવટે તેણે ક્રિષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની ફરીયાદ નોંધાવી છે.
ભાવીકા ઉર્ફે મીનાબેન પહેલજાણીનાં લગ્ન કાપડનાં વેપારી મહેશભાઈ પહેલજાણી સાથે થયા હતા. લગ્ન બાદ તેમને એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. લગ્નનાં થોડાં સમય સુધી તેમને સારી રીતે રાખ્યા બાદ મહેશબાઈ અને તેમના પરીવારે ભાવીકાબેન ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત તેમનાં દાગીના લઈ વધુ દહેજની માંગણી કરીને વારંવાર માર મારતાં હતા.
પરંતુ લગ્ન સંસાર બચાવવા તે સહન કરતાં જતા હતા. દરમિયાન તમામ હદો વટાવતાં સાસરીયાઓ દ્વારા તેમને માનસિક બિમાર ઘોષીત કરવામાં આવ્યા હતાં. અને તાંત્રીકો પાસે લઈ જઈ વિધિઓ કરાવતાં હતા.
ઉપરાંત અન્ય સંબંધીઓ સામે પણ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. દરમિયાન માસીનાં ઘરે ગોધરા ગયેલાં ભાવિકાબેનને બહાનું બનાવી સાસરીયાઓ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેમની સાથે મારઝુડ કરી હતી. પરંતુ તેમના પિયરીયા આવતાં ભાવિકાબેનને બચાવ્યા હતા. જેનાં કારણે વારંવારનાં ત્રાસથી કંટાળી ભાવિકાબેને પતિ સહિત સાસરીયાઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. અવારનવાર મારઝુડ કરતાં સાસરીયા દહેજની માંગણી કરતા