Western Times News

Gujarati News

શાહપુરમાં પોલીસ પર હૂમલો કરી પરીવાજનોએ આરોપીને ભગાડ્યો

લૂંટ અપહરણ સહીતના ગંભીર ગુનામા સંડોવાયેલા આરોપીને પકડવા  : ગયેલી પોલીસની સાથે બનેલો બનાવઃ પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

અમદાવાદ: કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થીતિથી વાકેફ હોવા છતા પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક પગલા લેવામા આવી રહ્યા નથી. જેના પરીણામે અસામાજીક તત્વો અને તેમના સાગરીતો બેફામ બન્યા છે સામાન્ય રીતે નાગરીકો ઉપર ઘોસ જમાવવા હુમલા કરતા ગુંડા તત્વો છે પોલીસના જવાનો સાથે પણ મારમારી કરવા સુધી પહોચ્યો છે.


શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણમા ઉતરવાના અને તેમની ઉપર હિંસક હુમલા કરવાના બનાવો સાથે આવી રહ્યા છ. આ સ્થિતિ  શાહપુર પોલીસ એક લુંટ અપહરણ અને મારામારી જેવા ગુનાઓના ફરાર આરોપીને બાતમમીને આધારે પકડવા જતા આરોપીના પરીવાર તથા અન્ય સાગરીતોએ પોલીસની ટીમ સાથે ઝપાઝપી કરી આરોપીને ભગાડી દેવાની ગંભીર ઘટના બની છે.

શાહપુરમાં બિબાલ રેસીડેન્સીમા રહેતા આશીક અનવર હુસેન અજમેરી નામના શખ્શ વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશન લુટ અપહરણ મારામારી અને ધમકીઓ આપવાના ગુના નોધાયેલા હતા જા કે પોલીસની કાર્યવાહી છતાં આશીક પોલીસ પકડથી દૂર હતો દરમિયાન શાહપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સોલંકીને આશીક પોતાના પરીવાર સાથે શાહપુરના ત્રિપાઠી હોલમાં હોવાની માહીતી મળી હતી.

જેના પગલે પીએસઆઈ સોલંકી ગુરુવારે રાત્રે સાડા દસ વાગ્યે પોતાની ટીમ સાથે ત્રિપાઠી હોલમાં પહોચ્યા હતા જ્યા આશીક પરીવાર સાથે બેસીને જમી રહ્યો હતો દરમિયાન કોઈએ પોલીસ આવ્યાની બુમ મારતા જ આશીક સતર્ક થઈ ગયો હતો જ્યારે પોલીસને જાઈ આશીકના પિતા અનવર હુસૈન માતા નઝમા બાનુ અને અન્ય બે વ્યÂક્તઓ પોલીસની સામે થઈ ગયા હતા. પોલીસ આશીકને પકડવા જતા અન્ય કેટલીક ઈસમો પણ એકત્ર થઈ ગયા હતા અને પીએસઆઈ સોલંકીની ટીમને રોકી તેમની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી પોલીસ સાથે મારામારી થતા જાઈ અન્ય નાગરીકોમા પણ ભયનો માહોલ રહ્યો હતો અને નાસભાગ મચી હતી.


દરમિયાન પરીસ્થિતિનો  લાભ લઈ મુખ્ય દરવાજે પોલીસ ઉભી હોવાથી અશીક બારીમાંથી બહાર કુદીને ફરાર થઈ ગયો હોત પોલીસ સાથે ઝપાઝપીની જાણકારી મળતા શાહપુર પોલીસનો કાફલો ત્રિપાઠી હોલ ખાતે ઉતર્યા હતો. ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધીકારીઓ પણ ત્યા પહોચી જતા વાતાવરણ ગંભીર બની ગયુ હતુ

મોટી સંખ્યામાં પોલીસને જાઈ રાહદારીનુ ટોળુ પણ એકત્ર થઈ ગયુ હતુ. આ ઘટના બાદ પોલીસે આશીકન માતા પિતા નજમાબાનુ અનવર હુસૈન ઉપરાંત તેને ભગાડવામાં સાથ આપનાર અન્ય શખ્શોને પણ ઝડપી લીધા હતા આ તમામ વિરુદ્ધ પોલીસે આરોપીને ગેરકાયદેસર આશરો આપી પોલીસની કામગીરીમા અવરોધ ઉભો કરી તેને ભગાડવા ઉપરાતના ગુના નોધીને અટક કરી હતી.

બીજી તરફ પોલીસ સાથે થયેલી ઘર્ષણની વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાતા ત્રિપાઠી હોલ ખાતે ઉમટ્યા હતા નોધનીય છે કે ગંભીર ગુનાઓમા સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવા જતા આગામી પણ કેટલીક વખત પરીવારજનોએ પોલીસના માર્ગમા અવરોધ ઉભો કર્યોની ઘટનાઓ બની છે. જા કે ગઈકાલની ઘટના કોઈ પોલીસ જવાનને ઈજાઓ થઈ છે કે નહી તેની જાણકારી મળી શકી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.