Western Times News

Gujarati News

રાજસ્થાનથી આવેલાં દંપતીને રીક્ષામાં બેસાડી રૂપિયા બે લાખની રોકડની ચોરી

અમદાવાદ: રાજસ્થાનથી અમદાવાદ ખાતે આવેલાં દંપતીને રીક્ષામાં બેસાડીને કાલુપુરથી ખાડીયા સુધીની મુસાફરી દરમિયાન નજર ચુકવીને તેમનાં થેલામાંથી રૂપિયા બે લાખ ચોરી લીધા હતા બાદમા રીક્ષા બગડવાનું બહારનુ કરી રીક્ષાગેંગ ફરાર થઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.


બાંસવાડા રાજસ્થાનના રહેવાસી ભગવાનભાઈ ત્રિવેદી ૫૧ પોતાના ઘર આગળ જ બંગડીની દુકાન ધરાવી વેપાર કરે છે કેટલાક દિવસ અગાઉ ભગવાનભાઈ પોતાની પત્ની જયશ્રીબેન સાથે બંગડીનો માલ ખરીદવા અમદાવાદ આવ્યા હતા ખાનગી લકઝરી બસમાં કાલુપુર ખાતે ઉતર્યા બાદ રાત્રે અગિયાર વાગ્યે તે શટલ રીક્ષામાં બેઠા હતા.

જેમા અગાઉથી જ ૨૫ થી ૩૦ વર્ષના શખ્શો બેઠા હતા ચાલકે ભગવાનભાઈને પોતાની બાજુમાં તથા જયશ્રીબેનને સામાન સાથે પાછળ બેસાડીયા હતા રાયપુર થઈ બાલા હનુમાન મંદીર નજીક આવતા ચાલકે રીક્ષા બગાડવાનું નાટક કર્યુ હતુ દરમિયાન બે શખ્શોએ દંપતીની નજર ચુકવીને તેમના થેલામાંથી માલ ખરીદવાની રોકડ રકમ બે લાખ રૂપિયા ચોરી કરી હતી

જ્યારે નજીકમા ધર્મશાળા આવેલી હોવાનુ જણાવી ચાલકે તેમને ઉતરી જવાનું કહ્યુ હતુ બીજી રીક્ષા દ્વારા ધર્મશાળામાં પહોચ્યા બાદ ભગવાન ભાઈએ પોતાની સાથે ચોરી થઈ હોવાની જાણ થતા તેમણે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. ચોરી કર્યા બાદ રીક્ષા બગડવાનું બહાનું કરી દંપતીને અધવચ્ચે ઉતારી દેવાયાઃ ખાડીયા પોલીસે તપાસ શરૂ કરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.