પાટણની ફતેસિંહરાવ લાયબ્રેરી થઇ ઈ-કન્ટેન્ટથી સજ્જ

પાટણની 130 વર્ષ જૂની ફતેસિંહરાવ લાયબ્રેરીને માત્ર કાગળ પર લખેલું જ્ઞાન આપતી સંસ્થા તરીકે રાખવાને બદલે આધુનિક અને ઈ-કન્ટેન્ટ બનાવવાના ભાગરૂપે, આસ્થા સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રનું જિલ્લા કલેક્ટરે ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકયું હતું.
પાટણ શહેરના રતન પોળ વિસ્તારમાં 130 વર્ષ જૂની ફતેસિંહરાવ સાર્વજનિક લાઈબ્રેરી આવેલી છે. આ પુસ્તકાલયમાં દરરોજ 100થી વધુ વાચકો વાંચન માટે આવે છે. લાયબ્રેરીમાં ધાર્મિક, સામાજિક અને ટેકનોલોજીને લગતા તમામ પુસ્તકો ઉપલબ્ધ છે. લાયબ્રેરી 24 કલાક ચાલુ રહેતી હોવાથી વિદ્યાર્થીઓ દિવસ-રાત વાંચન માટે અહીં આવે છે.
સન્માનઆ પુસ્તકાલયમાં વાંચન કરીને અત્યાર સુધીમાં 100થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરી કરી રહ્યાં છે, ત્યારે આજના આધુનિક યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ કોમ્પ્યુટરના જ્ઞાનથી વંચિત ન રહે માટે લાયબ્રેરી ખાતે આસ્થા સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રને રવિવારે જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકયું હતું. પાટણની ફતેસિંહરાવ લાયબ્રેરી થઇ ઈ-કન્ટેન્ટથી સજ્જઆ લાયબ્રેરીમાં વાંચન કરીને સરકારી નોકરી મેળવનારા 26 વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ લાયબ્રેરીમાં પોતાનું યોગદાન આપનારા દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.