Western Times News

Gujarati News

યુ.એસ. પ્રેસિડેન્ટની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત

યુ.એસ. પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પૂર્વે અમદાવાદ હવાઇ મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવી પહોંચતા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્ય અને પ્રોટોકોલ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી બિજલબેન પટેલે પણ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા સહિત  ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.