Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પનું ભવ્ય સ્વાગત

(પ્રતિનિધિ) અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મ અને જન્મભૂમિ ફરી એક વખત ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની છે. ગુજરાતની ધરતી પર બે મહાસત્તાઓનું મિલન થયું છે અને આવતીકાલે બંને નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવાય તેવી સંપૂર્ણ શક્યતાથી વિશ્વભરના દેશોની નજર આ મીટીંગ પર મંડાયેલી છે ત્યારે આજે સવારથી જ અમદાવાદ શહેરના રસ્તાઓ પર મીની ભારતના દર્શન થઈ રહયા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે રાજયપાલ તથા મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગત કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી એરપોર્ટ પર જ હાજર રહયા હતા અને અમેરિકાથી એરફોર્સ-૧ માં સીધા જ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી પહોંચતા વડાપ્રધાન મોદીએ તમામ પોર્ટોકોલનો ભંગ કરી ટ્રમ્પ પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સ્વાગત કર્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ જવા રવાના થયા છે અને આજે મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં તેઓ મહત્વપૂર્ણ પ્રવચન આપવા સાથે પાડોશી દેશ પાકિસ્તાનને આંતકવાદના મુદ્દે આડા હાથે લે તેવુ નિષ્ણાંતો માની રહયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદથી સીધા આગ્રા જવા રવાના થવાના છે અને તાજમહલ નિહાળી ત્યાંથી સીધા જ દિલ્હી જવા રવાના થવાના છે અને રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે.

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આઠમી વખત અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ ભારતની મુલાકાતે આવી રહયા છે જેની છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલતી હતી તેમાય ખાસ કરીને વધુ એક વખત અમદાવાદ મુખ્ય યજમાન બન્યુ છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા જ અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતાં અમદાવાદ શહેરના હાર્દ સમાન અને વિશ્વભરના દેશોને અહિંસાનો સંદેશો આપનાર મહાત્મા ગાંધીએ સ્થાપેલ સાબરમતી આશ્રમમાં ટ્રમ્પને મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ કરાઈ હતી. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવી પહોચ્યા ત્યારે તેમણે અમદાવાદમાં કરાયેલી તૈયારીઓની તમામ માહિતી મેળવી હતી ત્યારબાદ તેઓ એરપોર્ટ પર જ રોકાયા હતાં.


અમદાવાદ શહેરમાં અનેરો ઉત્સાહ જાવા મળતો હતો વહેલી સવારથી જ નાગરિકો રસ્તા પર જાવા મળતા હતાં રાજયભરમાંથી એસ.ટી બસો તથા ખાનગી બસો મારફતે ટ્રમ્પના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મોટી સંખ્યામાં નાગરિકો અમદાવાદ આવી પહોંચ્યા હતાં જેના પગલે સ્ટેડિયમ જવાના રસ્તા પર માનવ મહેરામણ ઉમટયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષા માટે અમેરિકાની સુરક્ષા એજન્સીઓના કમાન્ડો છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં પરિÂસ્થતિ પર નજર રાખી રહયા છે અને સુરક્ષા વ્યવસ્થામાં જાડાયેલા છે. જાકે ટ્રમ્પ અને મોદી બંનેની સુરક્ષાની જવાબદારી એસ.પી.જી અને એનએસજીના કમાન્ડોને સોંપવામાં આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રમુખ અને ત્યારબાદ ચીનના જીનપીંગને અમદાવાદની ધરતી પર આવકાર્યા હતાં અને આ વખતે પણ તેમણે તમામ પોર્ટોકોલનો ભંગ કરી જાતે જ એરપોર્ટ પર ટ્રમ્પને આવકારવા હાજર રહયા હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળ્યું હતું અને તેમણે આગ્રા સ્થિત  વિશ્વની અજાયબી તાજમહલ નિહાળવા માટે આ કાર્યક્રમમાં ફેરફાર કર્યો હોવાનું ચર્ચાતુ હતું પરંતુ આ પરિસ્થિતિ  વચ્ચે પણ ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ ચાલુ રખાઈ હતી. આજે સવારે સોલા ભાગવત વિદ્યાપીઠમાંથી ર૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગાંધીઆશ્રમ પહોંચી ગયા હતાં અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવાના છે. બીજીબાજુ અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારજનોનું ભવ્ય સ્વાગત કરાયા બાદ તેમના રોડ શો નો પ્રારંભ થવા જઈ રહયો છે. અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનો રર કિ.મી. લાંબો રોડ શો યોજાવાનો છે જેનું નામ ઈન્ડિયા રોડ શો આપવામાં આવ્યું છે. રોડ શો ના માર્ગ પર બેરિકેટ લગાડી દેવામાં આવી છે જેના પરિણામે રસ્તાની બંને બાજુ પર ઉભા રહી નાગરિકો ડોનાલ્ડ ટ્રમ્પનું અભિવાદન કરશે.


અમદાવાદમાં યોજાનારા રોડ શો બાદ વિશ્વના સૌથી મોટા બનાવવામાં આવેલા મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાયો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર   મોદી અને ટ્રમ્પ બંને મહાનુભાવો પ્રવચન આપવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતને લઈ વિશ્વભરના દેશો તેના પર નજર રાખી રહયા છે. અમદાવાદમાં યોજાનારી જાહેરસભામાં ડોનાલ્ડ ટ્રમ્પ આંતકવાદ સહિતના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનો કરે તેવી સંપૂર્ણ શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આંતકવાદને નાથવા માટે અમેરિકાનો સહયોગ માગે તેવુ મનાઈ રહયુ છે. આજના કાર્યક્રમ પર આગામી રણનીતિ ઘડવામાં આવનાર છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની અમેરિકન ચીજવસ્તુઓ પરના કરમાળખાને લઈ નારાજગી વ્યકત કરેલી છે તેથી ટ્રમ્પની મુલાકાત દરમિયાન આ મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા થાય તેવુ લાગી રહયું છે.

અમદાવાદમાં ટ્રમ્પના યોજાનારા રોડ શો દરમિયાન સમગ્ર રૂટ પર ઠેરઠેર જુદાજુદા રાજયોના કલાકારો માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ તમામ સ્ટેજ પર સ્થાનિક રાજયોના કલાકારો પરફોર્મ કરતા જાવા મળી રહયા છે જેના પરિણામે અમદાવાદના રસ્તાઓ પર આજે સવારથી મીની ભારતના દર્શન થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.