Western Times News

Gujarati News

અમેરિકાના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કર્યું

મિડલ ઈસ્ટ ફરી ભડકે બળ્યું

કંગાન બંદર અને સીરિક વિસ્તારમાં પણ અમેરિકી હુમલામાં મિલિટરી ઈન્સ્ટોલેશનને નિશાન બનાવવામાં આવ્યા છે

નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની સર્વાેચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ને અમેરિકાના હુમલાને પગલે ફરી એકવાર સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ પણ તેલ ટેન્કર કે વ્યાપારી જહાજ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે.હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગાે પૈકીનો એક છે, જ્યાંથી દુનિયાભરના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે.

ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જણાવ્યા અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનારા બે જહાજોને દરિયામાં પહેલેથી જ નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એ ઈરાનના આ દાવાને નકારી કાઢતા કહ્યું છે કે આ જળમાર્ગ સંપૂર્ણ બંધ નથી થયો અને અમેરિકન જહાજો પર કોઈ સફળ હુમલો થયો નથી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના આદેશ પર અમેરિકન દળોએ ઈરાનના અનેક મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર ‘સેલ્ફ-ડિફેન્સ સ્ટ્રાઈક’ (સ્વ-બચાવમાં હુમલા) શરૂ કર્યા છે. સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના દક્ષિણ ભાગોમાં ભારે બોમ્બમારો થયો છેઃકેશમ અને હેંગામ ટાપુઓ પર અજ્ઞાત મિસાઈલો અને પ્રોજેક્ટાઈલ પડવાથી શક્તિશાળી વિસ્ફોટો થયા છે.વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતા બંદર અબ્બાસ એરપોર્ટ અને સૈન્ય એરબેઝ નજીક શ્રેણીબદ્ધ ધડાકા સંભળાયા છે.કંગાન બંદર અને સીરિક વિસ્તારમાં પણ અમેરિકી હુમલામાં મિલિટરી ઈન્સ્ટોલેશનને નિશાન બનાવવામાં આવ્યા છે.આ સૈન્ય હોળીની આંચ પાડોશી દેશો સુધી પહોંચી ગઈ છે.

ઈરાની મીડિયાએ દાવો કર્યાે છે કે અમેરિકી હુમલાના જવાબમાં તેમણે બહેરીનમાં સ્થિત અમેરિકી નૌકાદળના ‘ફિફ્થ ફ્લીટ’ ના મુખ્યાલય પર મિસાઈલો દાગી છે, જેના કારણે બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે.બીજી તરફ, ઈરાનની ‘તસ્નીમ‘ ન્યૂઝ એજન્સીએ લશ્કરી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઈરાની સેના કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. જો અમેરિકા તેની આક્રમકતા ચાલુ રાખશે, તો મિડલ ઈસ્ટમાં રહેલા તમામ અમેરિકાના હિતો અને લશ્કરી મથકોને ઈરાન નવા સિરાથી ધ્વસ્ત કરી નાખશે. આ તાજા સૈન્ય સંઘર્ષે સમગ્ર ખાડી ક્ષેત્રને ફરી એકવાર યુદ્ધના મુહાને લાવીને ઊભું રાખી દીધું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.