Western Times News

Gujarati News

ઈરાનનો અમેરિકા સામે અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર

૩ દેશોમાં ૧૮ અમેરિકન સૈન્ય ઠેકાણા હચમચાવ્યા

જાર્ડને પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી

તહેરાન, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકન સેના દ્વારા ટામહાક ક્‰ઝ મિસાઇલોના પ્રહાર બાદ, ઈરાને પણ અમેરિકા સામે આરપારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યાે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ દાવો કર્યાે છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડાના હેડક્વાર્ટરને નિશાન બનાવીને ‘શાહિદ-૧૩૬’ વિનાશક આત્મઘાતી ડ્રોનથી મોટો હુમલો કર્યાે છે.

ઈરાને ફરી એકવાર બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને હચમચાવી નાખ્યા હતા. ઈરાની ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, IRGC ની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબક્કામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ હુમલામાં અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જાબેર એર બેઝ અને શેખ ઇસા એર બેઝ પર આવેલા અંદાજે ૧૮ જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો દાવો કરાયો છે.

આ ઉપરાંત, બહેરીનમાં અમેરિકન સેનાની કમ્યુનિકેશન સિસ્ટમ અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનને પણ નિશાન બનાવાયા છે, જેના કારણે સમગ્ર બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. જાર્ડને પણ પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.